ભંગારની ખાલી બોટલો અને કેમિકલથી બનાવ્યો ‘ઝેરી દારૂ’
ગુજરાતમાં અનેક જગ્યાએ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું ચાલી રહ્યું છે
સ્ટીકરો બનાવી સ્વાદ અને રંગ માટે સિરપનો ઉપયોગ કરે છે થોડા પ્રમાણમાં દારૂ અને રસાયણો ભેળવી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો
સિટી ન્યૂઝ@ભાવનગર
હવે, ભાવનગરમાં આવી જ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. ફરિયાદ અનુસાર, અહીં ‘નકલી વિદેશી દારૂ’ પીવાથી સાત લોકોનાં મોત થયાં છે અને ૩૯ લોકોની સારવાર ચાલી રહી છે.
જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલ દ્વારા અપાયેલી માહિતી મુજબ મોતનો આંકડો ૭ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં આ મામલે ૪૬ લોકો ભોગ બન્યા છે, જે પૈકી ૩૯ લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો છે, પરંતુ રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેચાણના ગુનાઓ નોંધાતા આવ્યા છે. ભાવનગરની આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે અને રાજ્યની સ્ટેટ મોનિટરિંગ ટીમના અધિકારીઓએ ભાવનગરના ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૬માં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં ૨૨ કરોડ રૂપિયાનો દારૂ માત્ર રાજ્યની રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચેકપોસ્ટ પરથી પકડવામાં આવ્યો છે. વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસે ૧૦,૪૯,૮૯૫ IMFLની બોટલો, જેની કુલ કિંમત ૩૮.૮૯ કરોડ રૂપિયા
થાય છે, અને ૧,૫૯,૨૬૫ બિયરની બોટલો, જેની કિંમત આશરે ૩.૩૩ કરોડ રૂપિયા થાય છે, તેટલો દારૂ જાન્યુઆરી ૨૫, ૨૦૨૬ સુધીમાં પકડ્યો હતો. જોકે, ‘લઠ્ઠાકાંડ’ની બનતી ઘટનાઓ વચ્ચે હવે ગુજરાત પોલીસ સમક્ષ ‘ઝેરી અને નકલી વિદેશી દારૂ’ ની સમસ્યા સામે આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ તપાસ માટે ભાવનગર પહોંચી છે. ભાવનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઈજીપી) આર. વી. અસરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૦ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હાલ, કેટલાક લોકો સારવાર હેઠળ છે, તેમાંનાં ગંભીર કેસ પણ છે.
અસરીએ એમ પણ જણાવ્યું હતું કે, “મુખ્ય આરોપીઓ પૈકીનો એક ગૌતમ મધ્ય પ્રદેશના પોતાના એક સાથીદારની મદદથી ભાવનગરમાં નકલી દારૂ બનાવી રહ્યો હતો. ગુજરાતમાં લઠ્ઠાકાંડ કે ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થવાની ઘટનાઓ અગાઉ પણ બની છે. પરંતુ આ કિસ્સામાં નકલી વિદેશી દારૂ કે ઇન્ડિયન મેઇડ ફોરેન લિકર (આઈએમએફએલ) પીવાથી લોકો મૃત્યુ પામ્યાં હો કે બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે બને છે નકલી વિદેશી દારૂ?
રાજ્યમાં નકલી દારૂ વેચાતો હોવાનું સામે આવ્યું હોય તે પહેલી વખત નથી. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક રૅકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ભંગારમાંથી એકત્ર કરવા આવેલી બોટલો અને કેટલાંક રસાયણોની મદદથી 'નકલી દારૂ' કરી અને તેને રીતે સીલ કરીને પેક કરવામાં આવતી હતી. સામાન્ય રીતે લોકો ભંગારની દુકાનોમાંથી બોટલો ખરીદે છે, તેમાં રિસ્ટેકો બનાવે છે, સ્વાદ અને રંગ માટે સિરપનો ઉપયોગ કરે છે અને તેમાં થોડા પ્રમાણમાં દારૂ તથા કેટલાક રસાયણો પણ ભેળવે છે.
ભાવનગર દારૂકાંડમાં ચોંકાવનારો ખુલાસો
દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપનાર ‘ડોક્ટર’નું ઝેરી દારૂ પીવાથી મોત
ભાવનગર શહેર અને જિલ્લામાં નકલી ઇંગ્લિશ દારૂના કારણે સર્જાયેલી મહાઘટનારાજુએ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી દીધી છે. આ ઝેરી દારૂના સેવનથી અત્યાર સુધીમાં ૯ લોકો પોતાના જીવ ગુમાવી ચૂસ્યા છે, જ્યારે ૨૧થી વધુ લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે. આ ઝેરી કેમિકલ યુક્ત દારૂ જેણે બનાવ્યો હતો અને જેણે એની કોર્શુલા આપી હતી, તે જ મુખ્ય સૂત્રધારનું પણ આ દારૂ પીવાથી મોત નીપજ્યું છે. નકલી દારૂના આ કાળચક્રમાં અનેક નિર્દોષ લોકો ભોગ બન્યા છે.
૧૯ ઓગસ્ટના રાત્રે ગાંધી કોલોની સામે આવેલા ગિલબર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ઘરના રસોડામાં લોહીની ચીલીટીઓ કરતું મૃત્યુ પામ્યા હતા,
જ્યાંથી પોલીસે ‘રોયલ સ્ટેગ’ની અઘધી ભરેલી બોટલ જપ્ત કરી છે. બીજી તરફ કાળિયાબિડ વિસ્તારના ૩ વર્ષીય જયેશ જિતેન્દ્રભાઈ ભટ્ટીનું પણ આ ઝેરી પીવાથી મોત થયું છે, જેઓ પોતાના પાછળ ૮ વર્ષનો દીકરો, ૪ વર્ષની દીકરી અને પત્નીને વિলাপ કરતા છોડી ગયા છે. કાલો કારોબાર ચલાવતા બૂટલેગર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈસ નામના શખ્સ ભેગા મળી આ અભું નેટવર્ક ઉભું કર્યું હતું. તેમણે અમદાવાદના મિથેનોલ અને વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઠાંકણાં અને રોયલ સ્ટેગના ડુપ્લિકેટ સ્ટીકરો. આ તમામ સામગ્રી ટ્રાન્સપોર્ટ મારફતે વરતેજ મંગાવી હતી. દારૂ બનાવવાની ‘ખાસ ફોર્મ્યુલા’ માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ને બોલાવવામાં આવ્યો હતો. નરેન્દ્રસિંહ સારસ, ગણેશ અને અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘરે જ આ ઘાતક મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો.