Loading Please Wait !!!
નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી ૭નાં મોત : 46 હોસ્પિટલમાં દાખલ; બે ગંભીર, બે વેન્ટિલેટર પર અને 4 લોકો ICUમાં દાખલ

 
  • નકલી દારૂ પીધા બાદ સુરતનો સંજયસિંહ નામનો યુવક પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
  • લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બૂટલેગર સહિત 21 સામે FIR
સિટી ન્યૂઝ@ભાવનગર

ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી ૯ લોકોના મોત થયા છે, જ્યારે ૪૯ લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. ૧૯ ઓગસ્ટના રાત્રે શહેરના ગાંધી કોલોની સામે ગિલબર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અઘધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે.

કાળીયાબિડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા ૩૫ વર્ષીય યુવક જય જીતેન્દ્રભાઈ ભટ્ટીનું મોત નીપજ્યું છે. પરિણીત એવા જયેશભાઈને સંતાનમાં આઠ વર્ષનો એક દીકરો અને ચાર વર્ષની એક દીકરી છે. દારૂ બનાવવા માટે ખાસ ઉડેનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવાયો હતો. જેઓ સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવયે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું. બીજા જ દિવસ તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મૂળ ભાવનગરનો ૩૫ વર્ષીય સંજયસિંહ સુરતમાં પરિવાર સાથે રહે છે. તે વતન ભાવનગરથી દારૂ પીને સુરત આવતા જ બીમાર પડતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તે ૩ દિવસથી બેભાન છે.

જિલ્લામાં સ્થિતિ એવી વણસી છે કે બોટાદ અને અમરેલીથી ૧૦૦ પોલીસ કર્મચારીઓની બંદોબસ્તમાં તૈનાત કરાવાય છે. પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયો. મોડી રાત સુધી SMC, LCB અને સ્થાનિક પોલીસે બૂટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હતું. સાથે જ મુખ્ય સૂત્રધાર રઈસને ઈન્દોરથી SMCએ ઝડપી પાડ્યો છે. ૨૧ વિરુદ્ધ ફરિયાદ અને ૧૩ની ધરપકડ કરાઈ છે. ભાવનગર રેન્જ આઈજીએ વરતેજ પોલીસ મથકના પીઆઈ

એ.બી.પઢેરીયાને સસ્પેન્ડ કર્યા છે. ગઈકાલે રાત્રે વરતેજ પોલીસ મથકના ૪ પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા હતા.

નકલી દારૂ પીધા બાદ સુરતનો સંજયસિંહ નામનો યુવક પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. શુવક ૧૭ તારીખે રાત્રે ભાવનગરથી દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત આવ્યો હતો. જ્યાં પહોંચતા જ તબિયત લથડી હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ અન્ય એક જાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ સુધારો થતો નોહતો. જેથી તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ન્યુરોલોજિસ્ટની હોસ્પિટલમાં ખસેડાયો છે. સંજયસિંહની જ્યારે તબિયત લથડી હતી ત્યારે પહેલા તેની આંખો બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ તેના અલગ અલગ રિપોર્ટ કરાવી રહ્યા ત્યારે તેને સિરિયસ એટેક આવી ગયો હતો. ત્યારથી જ તે બેભાન અવસ્થામાં છે અને સારવાર હેઠળ છે. સંજય છેલ્લા બે-ત્રણ દિવસથી આજ અવસ્થામાં હોવાથી પરિવાર પણ ચિંતીત છે.