રાજકોટનાં 24 રસ્તાઓ ઉપર લારી-ગલ્લા કે પાથરણાવાળા ઉભા રહી શકશે નહીં
મહાપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ: ટ્રાફિક હળવો કરવા ઉમદા પગલું
ટ્રાફિક રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, પરાબજાર સહિત 24 માર્ગો હોકર્સ ફ્રી બનશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર ડૉ.નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ટ્રાફિક રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર અને પરા બજાર સહિતના ૨૪ મુખ્ય માર્ગોને હોકર્સ ફ્રી બનાવવાની અરજન્ટ બિઝનેસ નીતિવિષયક દરખાસ્ત મેયર ડૉ.નેહલ શુક્લ દ્વારા રજૂ કરાઈ હતી જે સર્વાનુમતે મંજૂર કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.આજે જનરલ બોર્ડ
મિટિંગમાં થયેલા ઠરાવમાં દર્શાવેલા ૨૪ મુખ્ય માર્ગો ઉપર કોઈ પણ પ્રકારના હોકર્સને ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તદઉપરાંત આ માર્ગો ઉપર જો અગાઉથી કોઈ હોકર્સ ઝોન આવેલ હોય તો આગામી ત્રણ મહિનામાં તે હોકર્સ ઝોનને નજીકના ઉપલબ્ધ પ્લોટમાં ફેરવવામાં વિશેષમાં ઠરાવના અંતમાં ઉલ્લેખ પણ ઠરાવમાં કરાયો છે. આ સંદર્ભે જણાવ્યા મુજબ, માર્કેટ સમિતિ ઠરાવ અન્વયે અરજન્ટ બિઝનેસ તરીકે સગામાન્ય
સભામાં રજૂ કરવામાં આવેલ હોકર્સ અંગેની અન્ય નીતિવિષયક બાબતોને આજની આ સામાન્ય સભા ફાફ્ટ તરીકે પ્રારંભિક તબક્કે મંજૂર કરે છે. આ નીતિવિષયક બાબતોમાં હજુ જરૂરી સુધારો વધારા થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશነરે અખબારમાં જાહેરાત સહિતના માધ્યમો મારફતે જરૂરી સૂચનો મંગાવી, જરૂરી સુધારો વધારા સાથે, માર્કેટ સમિતિ મારફત ઠરાવ અન્વયે અરજન્ટ બિઝનેસ તરીકે સગામાન્ય
સભામાંર્થ રજૂ કરવાનું ઠરાવવામાં આવે છે.
આ માર્ગો ઉપર ફેરીયા ઉભા રહી શકશે નહીં
-
યુનિવર્સિટી રોડ (કોટેચા ચોકથી યુનિવર્સિટી ગેટ સુધી)
-
રૈયાણા રોડ (કિશાનપરા ચોક થી સાધુ વાસવાણી રોડ સુધી)
-
નાના મવા મેઈન રોડ (લક્ષ્મીનગર નાલાથી મોકાજી સર્કલ સુધી)
-
પુષ્કરધામ મેઈન રોડ (યુનિવર્સિટી રોડથી કાલાવડ રોડ સુધી)
-
નાનાવતી ચોકથી મીશનગર મેઈન રોડ
-
સાધુ વાસવાણી રોડ(યુનિવર્સિટી રોડ થી રૈયા રોડ સુધી)
-
સોનીબજાર રોડ
-
ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ,ધી કાંટા રોડ
-
પરાબજાર રોડ
-
કેનાલ રોડ(લોધાવડા ચોક થી જિલ્લા ગાર્ડન સુધી)
-
ડૉ.યાજ્ઞિક રોડ (ત્રિકોણબાગથી જિલ્લા પંચાયત ચોક સુધી)
-
જંકશન સ્ટેશનવાળો રોડ (હોસ્પિટલ ચોક જિથથી પોપટપરા નાલા સુધી)
-
ગુંદાવાડી મેઈન રોડ
-
ઢેબરભાઈ રોડ(ત્રિકોણ બાગથી પી.ડી.એમ ફાટક સુધી)
-
કસ્તુરબા રોડ (જ્યુબીલીથી બહુમાળી ભવન ચોક સુધી)
-
કુવાડવા રોડ(હોસ્પિટલ ચોક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી)
-
પેકક રોડ (ભાવનગર રોડ થી પેડોક સુધી)
-
સંત કબીર રોડ(ભાવનગર રોડથી માર્કેટીંગ યાર્ડ સુધી)
-
કોઠારીયા રોડ(માનવ આશ્રમ થી રણુજા મંદિર સુધી)
-
આડી પેડક રોડ(ગોધેશ્વર મંદિર થી સંત કબીર નાલા સુધી)
-
કોઠારીયા સોલ્વેન્ટ રોડ (માલધારી ફાટકથી દરગાહ સુધી)
-
અમીન માર્ગ(રેલવે ટ્રેકથી સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ રોડ સુધી)
-
અક્ષર માર્ગ(કાલાવડ રોડથી નાના મવા રોડ