Loading Please Wait !!!
અમેરિકામાં RSS ઉપર પ્રતિબંધ મુકવાની માંગ

મોહન ભાગવતની મુલાકાત પહેલા US ધાર્મિક સ્વતંત્રતા આયોગે કહ્યું સંઘના નેતાઓને સન્માન ન મળે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

અમેરિકામાં RSS પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ બુધવારે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પર સલાહ આપતા આયોગ એટલે કે USCIRF દ્વારા કરવામાં આવી છે. USCIRFના અધિકારીઓએ અમેરિકી સરકારે RSS નેતાઓને રાજકીય સન્માન ન આપવા અને તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન કરવા જણાવ્યું છે.આયોગના ચેરમેન આસિક મહમૂદે કહ્યું કે પીએમ મોદી RSSના સભ્ય છે અને RSSના સહયોગી સંગઠનોએ ધાર્મિક લઘુમતીઓ પર હમણા કર્યા છે.મહેમૂદનું આ નિવેદન RSS પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસના થોડા દિવસો પહેલા આવ્યું છે. ભાગવત ૨૬ ઓગસ્ટે ન્યૂયોર્કમાં અમેરિકિન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) દ્વારા આયોજિત યુનિવર્સલ પન્નસ સેલિબ્રેશનમાં ભાગ લેવાના છે.આયોગના કમિશને કહ્યું- ભારત સરકાર સાથે સંકળાયેલા RSS નેતાઓને સન્માન ન મળે USCIRF કમિશનર જુન મિલ્સે કહ્યું કે કે ર્સ

નેતાઓ ભલે ભારતીય સરકાર સાથે જોડાયેલા હોય, તેમ છતાં તેમને ઉચ્ચ સ્તરીય બેઠકો કે રાજકીય સન્માનના હકદાર ન માનવા જોઈએ.ગિલ્સે કહ્યું કે તે બદલે અમેરિકી સરકારે ધાર્મિક આસ્થાની સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર રહેલા RSS સભ્યો પર પ્રતિબંધ લગાવવા પર ધ્યાન આપવું જોઈએ,મહેમૂદે પોસ્ટમાં કહ્યું, ભારતના વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય છે. RSS એક ભારતીય સંગઠન છે, જેના સહયોગી સંગઠનોએ ધાર્મિક લઘુમતીઓ, જેમાં ખ્રિસ્તી અને મુલિસ્મનો સગાવેશ થાય છે, તેમના પર હમલા કર્યા છે.હવે RSS પ્રમુખ મોહન ભાગવત અમેરિકા આવવાની યોજના બનાવી રહ્યા છે.” યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિિલજિયસ ફ્રીડમ એટલે કે USCIRF અમેરિકાની એક સ્વતંત્ર સરકારી સંસ્થા છે. તેને અમેરિકી કોંગ્રેસે ૧૯૯૮ના ઇન્ટરનેશનલ રિિલજિયસ ફ્રીડમ એક્ટ હેઠળ બનાવ્યું હતું.જૂદો જૂદો દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક ઉત્પીડનની સ્થિતિનું નિરીક્ષણ કરે છે.