Loading Please Wait !!!
દારૂકાંડ; 25 પેટી ‘રોયલ સ્ટેગ’ વેંચાઈ ગયા બાદ હડકંપ મચ્યો; અગાઉ 51 પેટી ઝેરીલો દારૂ બનાવાયો હતો ?

 

રોયલ સ્ટેગની દારૂની પરફેક્ટ નકલ બનાવવા માટે રઈસે મધ્યપ્રદેશથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર’ નામના વ્યક્તિને માર્ગદર્શન માટે ખાસ બોલાવ્યો હતો

શરૂઆતમાં આરોપી ગૌતમના ઘરે પ્રથમ બેચમાં 51 પેટી દારૂ બનાવી તેના સાળા જતીન સાથે મળી છૂટક વેંચી દીધો હતો


  • બીજીવાર દારૂ બનાવતા તેની ગુણવત્તામાં ખરાબી નીકળતા તેનો નાશ કરાયો હતો
  • 25 પેટી દારૂ વેંચવા 21 બૂટલેગરોને માલ આપી દીધો હતો
  • બૂટલેગર ધનશ્યામનો દારૂ ઝરકડી ઉપરાંત સુરત પણ ગયો
સિટી ન્યૂઝ@ભાવનગર

ભાવનગરના ખરકડી ગામથી શરૂ થયેલા ઝેરી દારૂકાંડમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીએ વરતેજ ખાતે નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઉભું કર્યું હતું. ગૌતમે મનોજ મારકતે અમદાવાદના રઈસ અને ઉજ્જૈનના જુબેર સાથે મળી અમદાવાદથી કેમિકલ લીકવીડ (મિથેનોલ), ખાલી બોટલો, ઠાંકના અને સ્ટીકરોનો મોટો જથ્થો ભાવનગર પહોંચાડ્યો હતો..

નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરે મિથેનોલ યુક્ત ઝેરીલો દારૂ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. અને બાદમાં આ બેચનો દારૂ પોતે પણ સેવન કર્યો હતો અને તેની તબિયત ખરાબ થતા તા. ૧૭ના રોજ વેદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા ૧૮ ઓગસ્ટે તેનું મૃત્યુ થયું હતું. આમ ઝેરીલો દારૂ બનાવનાર પોતે જ સેવન કરી અને મોતને ભેટ્યો હતો. ત્યારબાદ આ ઝેરી

બીજી વખત દારૂ ખરાબ બનતા નાશ કરી દીધો

પહેલા પ્રથાસમાં ૫૧ પેટી દારૂ તૈયાર કરી ગૌતમે અને તેના સાળાએ વેચી દીધો હતો. બીજી વખત બનાવેલો દારૂ અત્યંત ખરાબ બનતાં તેને સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. ત્રીજી વખત ૨૫ પેટી દારૂ બનાવીને ભાવનગર અને આસપાસના ગામડાઓમાં છૂટક વેચાણ માટે મોકલ્યો હતો.

દારૂ પીવાથી સત્તાવાર ૪ અને બિન સત્તાવાર ૫ સહિત ૯ લોકો મોતને બેટ્યા હતા.

શરૂઆતમાં ગૌતમના ઘરે પ્રથમ બેચમાં ૫૧ પેટી દારૂ બનાવી તેના સાળા જતીન સાથે મળી છૂટક વેચી દીધો હતો. ત્યારબાદ બીજી બેચની ગુણવત્તા ખરાબ નીકળતા તેને થે ર નાશ કરાયો હતો. ત્યારબાદ 'રોયલ સ્ટેગ' જેવા દારૂની પરફેક્ટ નકલ બનાવવા માટે જાતિ મધ્યપ્રદેશથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર' નામના વ્યક્તિને

વરતેજ PI સહિત 4 કર્મચારી સસ્પેન્ડ

બૂટલેગરોની સાથે સાથે પોલીસ પર પણ તવાઈ બોલાવી વરતેજ ડિ સ્ટાફના જયરાજસિંહ ગોહિલ, અભિજીતસિંહ ડાયમા, શક્તિસિંહ સરવૈયા અને બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, આટલા મોટા દારૂકાંડ માટે માત્ર ચાર કર્મચારીને સસ્પેન્ડ કરવા પૂરતા નથી.

માર્ગદર્શન માટે ખાસ બોલાવ્યો હતો. આ 'ડોક્ટર'ની સલાહથી દારૂ બનાવતા મિથેનોલયુક્ત ઝેરી દારૂ તૈયાર થઈ ગયો હતો. પૈસાની દોર લાલચમાં આ ટોળકીએ ઝેરી દારૂનો નાશ કરવાને બદલે ૨૫ પેટી દારૂ બજારમાં ઉતારી દીધો હતો. ગૌતમે પારસને ૬, સંજયને ૩, જયદીપે ૨ અને ભાર્ગવ ભટુને ૧૩ પેટી આપી હતી. ભાગ્વેમાંથી ૧૧ પેટી વિવેક આલગોતરને સોંપી હતી, જેમાંથી હર્ષને ૬, કેવલને ૫ અને સુખદેવ સલાડને પેટી મળી હતી.