Loading Please Wait !!!
દોઢ મહિનાથી પગાર નહીં, 82 મહેસૂલ તલાટીઓની ‘સાતમ-આઠમ’ બગડશે ?

 

જૂના મહેસૂલ તલાટીઓની આંતરિક બદલી બાદ નવા મહેસૂલ તલાટીઓને સત્તા સોંપી કાયમી પોસ્ટિંગના ઓર્ડર કરાશે

સ્વખર્ચે ગામડાઓમાં જમીન માપણી કરી છતાં હાજરી અને કામગીરીનો પગાર ન મળ્યો: 60 તલાટીઓ આર્થિક સંકળામણ અનુભવતા રાજકોટ કલેક્ટરને રજૂઆત


સિટી ન્યૂઝ@રાજકોટ

દોઢ મહિનાથી પગાર વિહોણા નવનિયુક્ત ૮૨ મહેસૂલ તલાટીઓની આ વર્ષે સાતમ-આઠમ બગડશે. જૂના મહેસૂલ તલાટીઓની આંતરિક બદલી બાદ જ નવા મહેસૂલ તલાટીઓને સેવા સોંપી કાયમી પોસ્ટિંગ માટેના ઓર્ડર રાજકોટ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ કરશો. પગાર વિહોણા નવનિયુક્ત મહેસૂલ તલાટીઓએ મંગળવારે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ વહીવટી તંત્રની ढીલી નીતિ અને અનાધ સિસ્ટમ સામે ભારે રોષ વ્યક્ત કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે જ્યાં સુધી કાયમી પોસ્ટિંગ ન થાય ત્યાં સુધી પગાર મળશે નહીં; કાયમી પોસ્ટિંગ બાદ જ એકસાથે બે મહિનાનો પગાર ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા દોઢ મહિના પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ ૯૨ મહેસૂલ તલાટીઓ ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ૮૨ તલાટીઓ હાજર થતાં તેમને તાલીમના ભાગરૂપે हंगામી ઓર્ડર આપી વિવિધ સ્થળે કામગીરી સોંપાઈ હતી. ત્યારબાદ ૬૦ જેટલા તલાટીઓને લોધિકા, પડધરી અને કોટડાસાંગાની તાલુકામાં જમીન સર્વે માટે ઓર્ડર કરાયા હતા. આ તમામ તલાટીઓ પોતના સ્વખર્ચે વિવિધ ગામોમાં જમીન માપણીની કામગીરી પૂર્ણ કરી હતી. દોઢ મહિનાથી સતત હાજરી નોંધાવવા છતાં નિયમિત પગાર ન મળતા તલાટીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.મહેસૂલ તલાટી શૈલેષ ડોકિયાએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં વહીવટી ઢીલના કારણો ૮૨ જેટલા તલાટીઓ આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. જામનગર અને મોરબી જેવા અન્ય જિલ્લાઓમાં સમાન ભરતી હેતના ઉમેદવારોને તાત્કાલિક પૉર્ડિંગ આપીને પગાર પણ ચાલુ કરી દેવાયો છે. વહીવટી તંત્રની આ નીતિને કારણે શિક્ષિત યુવાનો સરકારી સિસ્ટમના વાકે હેરાન થઈ રહ્યા છે. તલાટીઓનું ડિજિટલ પૉર્ડિંગ ન થવાને કારણે કચેરીમાંથી પગાર બિલ તૈયાર કરી ટેઝ્ઝરીમાં ન મોકલાતા નવનિયુક્ત તલાટીઓને રઝળપાટો પારો આવ્યો છે.