મેયર સાહેબ; રાજકોટની હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી ફરજિયાતનો આકરો નિર્ણય લો!
ગુજરાતમાં ફૂડ પોઈઝનિંગથી મોત થતા હવે RMCએ બોધપાઠ લઈ પોલીસી બનાવી
રિસેપ્શન ઉપર ‘લાઈવ કિચન’ હશે તો ભેળસેળ અટકશે
-
ચેકિંગ નહીં હવે રસોડું લાઈવ કરો અને ભેળસેળિયાઓમાં ફફડાટ મચાવો
જે હોટલ સંચાલક રસોડામાં CCTV ના મૂકે તો લાઈસન્સ રદ કરશો તો 365 દિવસ ફૂડ ચેકિંગમાંથી ‘રાહત’ મળશે
સિટી ન્યૂઝ@રાજકોટ
સુરત અને વાપીમાં રેસ્ટોરમાં ભોજન કર્યા બાદ પરિવારના સભ્યોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાઓમાં સુરતમાં ૫ વર્ષની બાળકી અને વાપીમાં એક સગીરાનું મોત થવાના અહેવાલો બાદ રાજકોટ મહાપાલિકાએ પણ ખાધ સુરક્ષાને લઈને વધુ સક્રિય બનવાની જરૂરિયાત ઉભી થઈ છે.
રાજકોટમાં ભેળસેળ સામે મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશને લઈને નેહલ શુક્લની કામગીરીને આવકાર મળી રહ્યો છે. જોકે, માત્ર સમયાંતરે થતી ચેકિંગ કામગીરીને બદલે ખાધ પદાર્થોની ગુણવત્તા અને હોટેલ-રેસ્ટોરાંના રસોડાની સ્વચ્છતા પર સતત નજર રહે તે માટે નવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. આ માટે શહેરની હોટલો અને રેસ્ટોરાંના રસોડામાં લગાવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગથી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર સામે આવ્યો છે. રાજકોટમાં આશરે ૩ હજાર જેટલી હોટલ અને ખાણીપીણીની જગ્યાઓ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સ્થળોએ પહેલેથી સીસીટીવી કેમેરા લાગેલા હોય તો નિયમો અને ગોપનીયતાની યોગ્ય જાળવણી સાથે રસોડાની કામગીરીનું નિરીક્ષણ ગ્રાહકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા અંગે મહાપાલિકા વિચાર કરી શકે છે.
આસ કરીને જે જગ્યાએ ગ્રાહકો ભોજન માટે બેસે છે ત્યાંથી રસોડામાં બનતી વાનગીઓની સ્વચ્છતા અને પ્રક્રિયા અંગે પારદર્શકતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો હોટલ સંચાલકો પર પણ જવાબદારી વધશે. જોકે, આવી વ્યવસ્થા કરતા પહેલા ગ્રાહકો, કર્મચારીઓ અને હોટલ સંચાલકોની ગોપનીયતા, સીસીટીવીનો ઉપયોગ તથા ડેટાના સંચાલન અંગે સ્પષ્ટ નિયમો બનાવવાની જરૂર રહેશે.
ભેળસેળ વિરોધી ઝુંબેશ માત્ર થોડા દિવસ કે પ્રસંગોપાત ચેકિંગ પૂરતી સીમિત ન રહે અને ૩૬૫ દિવસ ખાધ સુરક્ષા માટે અસરકારક મોનિટરિંગ થાય તે જરૂરી છે. સુરત અને વાપીની ઘટનાઓમાંથી રાજકોટ મહાપાલિકાએ બોધપાઠ લઈ સમયસર કડક અને ફાયમી પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
હવે સવાલ એ છે કે રાજકોટ મહાપાલિકા માત્ર દરોડા અને સેમ્પલિંગ સુધી સીમિત રહેશે કે પેહલીટેક્નોલોજીના ઉપયોગથી હોટલ-રેસ્ટોરન્ટોની કામગીરીમાં વધુ પારદર્શકતા લાવશો? ખાધ સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલા આ મુદ્દે મહાપાલિકાએ આકરો અને અસરકારક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
આ નિયમોનું પાલન કરાવો ?
-
રસોડામાં મંજૂરી વિનાના કેમિકલ ફૂડ કલરનો ઉપયોગ ગુનો છે
-
સડેલા શાક, કીડાવાળું અનાજ કે વાસી ખોરાકની મનાઈ
-
તળવાના તેલમાં TPC નું પ્રમાણ ૨૫% થી વધુ ન હોવું જોઈએ, એકનું તેલ વારંવાર ન વાપરવું
-
રસોડામાં જીવાત રોકવા પેસ્ટ કન્ટ્રોલ રજિસ્ટર નિભાવવું
-
રસોડાના કર્મચારીઓનું ૭ મહિને ચેકઅપ કરાવવું
-
સ્ટાફ ફરજિયાત ગ્લોવ્ઝ, હેર નેટ અને સ્વચ્છ એપ્રोन પહેરવા
-
રસોઈ અને પીવામાં વપરાતું પાણી ISI-૦૫૦૦ સ્ટેન્ડર્ડ મુજબ શુદ્ધ હોવું જોઈએ