Loading Please Wait !!!
મદનમોહન પ્રભુની હવેલીમાં શરદમાં મુક્તા વિત્તાન મનોરથનું આયોજન

 

વૃંદાવનધામની આબેહૂબ રચના અને મોતીની ભવ્ય સજાવટ સાથે વૈષ્ણવોને મળશે અલૌકિક દર્શનનો લાભ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલી શ્રી મદનમોહન પ્રભુની હવેલી ખાતે તા. ૧૩ જૂન, શનિવારના રોજ અધિક જેઠ વદ તેરસ નિમિત્તે શરદમાં મુક્તા વિત્તાન મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશેષ મનોરથ અંતર્ગત હવેલીમાં આબેહૂબ વૃંદાવનધામનું નિર્માણ કરવામાં આવશે તેમજ મોતીની આકર્ષક અને અલૌકિક સજાવટ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, દર્શનાર્થીઓને વ્રજભૂમિની રાસલીલાની અનુભૂતિ કરાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મનોરથ દરમિયાન હવેલી પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વૈષ્ણવોને અલૌકિક દર્શનનો લાભ મળશે. દર્શનની વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે વૃજધામ ગ્રુપ અને સજાવટ ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટી ગોવિંદભાઈ દાવડાએ જણાવ્યું હતું કે, શરદમાં મુક્તા વિત્તાન મનોરથના દર્શન માટે વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. દર્શનનો સમય રાત્રે શયન દર્શન દરમિયાન સાંજે ૯ વાગ્યે રાખવામાં આવ્યો છે.

આ આયોજનને સફળ બનાવવા માટે કેતનભાઈ આડેસરા, અશ્વિનભાઈ વડગામા, નવીનભાઈ ચંદે, પિયુષભાઈ અઘેરા સહિતના સેવાભાવી આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.