રાજકોટમાં ‘મેડિકલ માફિયા’નો કબજો? જનતાના જીવ સાથે ખતરનાક ખેલ!
-
કોઈ કડક ચેકિંગ નહીં, આ કંપનીઓને આટલી ખૂલ્લી છૂટ કોણ આપી રહ્યુ છે
-
મોટા ખેલાડીઓ સામે આંખ આડા કાન અને નાના વેપારીઓ પર કડકાઈનો દંડો
બેદરકારી કે પાછળ મોટો ખેલ ચાલી રહ્યો છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં હવે સવાલ સીધો છે શું શહેરની જનતા દવાઓના નામે ખતરનાક ખેલનો ભોગ બની રહી છે? આરોગ્યના રક્ષકો જ જો ભક્ષક બની જાય, તો જનતા ક્યાં જાય?
સિટી ન્યૂઝના ધડાકેદાર ખુલાસામાં સામે આવ્યું છે કે FDCAના અમુક ભ્રષ્ટ તત્વો અને બેફામ PCD ફાર્મા કંપનીઓ વચ્ચે ગોઠવણના ગંભીર આક્ષેપો ઊભા થઈ રહ્યા છે. નિયમો અહીં માત્ર કાગળ પર છે જમીન પર તો માત્ર સેટિંગનો જ રાજ ચાલે છે એવી ચર્ચાઓ ગરમાઈ રહી છે! ગલીએ-ગલીએ ફેક્ટરી: PCD કંપનીઓનો ધમાકેદાર વિસ્ફોટ!
"લૂંટ રહે હૈં વો લિબાસ-એ-રહેબર મેં રહઝન બનકર, યહાં મરઝ હી મસીહા હૈ, ઔર મસીહા હી કાતિલ હૈ!"
રાજકોટમાં PCD કંપનીઓ જાણે મશરૂમ ગ્રોથની જેમ ઊગી રહી છે! કોઈ સ્પષ્ટ નીતિ નહીં, કોઈ કડક ચેકિંગ નહીં બસ, ધંધો ચાલુ! સવાલ એ છે કે આ કંપનીઓને આટલી ખુલ્લી છૂટ કોણ આપી રહ્યું છે?
શું આ માત્ર બેદરકારી છે કે પાછળ કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે? મલાઈ મોટી માછલીઓ માટે, કાયદો નાના વેપારીઓ માટે!
"બડે લોગોં કી ખતા ભી છુપ જાતી હૈ અંધેરે મેં, યહાં ગરીબ કી હર સાંસ પર પહરા લગાયા જાતા હૈ!"
સિટી ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો પરથી મળતી માહિતી પ્રમાણે, મોટા ખેલાડીઓ સામે આંખ આડા કાન અને નાના વેપારીઓ પર કડકાઈનો દંડો!
મોટા મગરમચ્છો ખુલ્લેઆમ તરતા રહે છે, જ્યારે નિયમ મુજબ કામ કરતા નાના મેડિકલ સ્ટોર ધારકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ કઈ પ્રકારની ન્યાય પ્રણાલી?
જનતા પૂછે છે જવાબ કોણ આપશે?
-
શું રાજકોટમાં મેડિકલ માફિયા સક્રિય છે?
-
FDCAના ભ્રષ્ટ તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે?
-
જનતાના આરોગ્ય સાથે રમખાણ બંધ થશે કે નહીં?
-
કાયદો સૌ માટે સમાન ક્યારે બનશે?
-
"સફેદ લિબાસોમાં છુપાયેલા સિયાહ ચહેરાઓ હવે બહાર આવશે, જનતા હવે દરેક સોદાનો હિસાબ માંગશે!"
-
હવે નજર તંત્ર પર શું આ ખુલાસા પછી કોઈ કડક પગલાં લેવામાં આવશે કે બધું ફરીથી ફાઈલોમાં જ દફનાઈ જશે?