Loading Please Wait !!!
ધોળકિયા સ્કૂલને સરકારનો ડર નથી

DDOના લેટરમાં બાળકને ધોળકિયા સ્કૂલમાં એડમિશન મળ્યું : સ્કૂલ ના પાડે છે

RTE બાળકને એડમિશનનો સીધો ઈન્કાર

  • ધોળકિયા સ્કૂલની દાદાગીરી : ફી આપો તો એડમિશન, નહીં તો દરવાજો બંધ

  • ધોળકિયા સ્કૂલનું માફિયારાજ ગરીબ બાળકોને એડમિશનથી વંચિત રાખી રહી છે

DDOના લેટરમાં RTE વિદ્યાર્થીનું નામ ધોળકિયા સ્કૂલમાં એડમિશન મળ્યું

સરકારના નિયમો શું ધોળકિયા સ્કૂલને લાગુ નથી પડતા

ધોળકિયા સ્કૂલ ના પાડે છે અમને DDO નો લેટર મળ્યો નથી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ધોળકિયા સ્કૂલનું વધુ એક બેદરકારીભર્યું વર્તન સામે આવ્યું છે, જ્યાં RTE હેઠળ ફાઈનલ થયેલા બાળકને એડમિશન આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બાળકનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હોવા છતાં, જ્યારે વાલી સ્કૂલમાં એડમિશન માટે પહોંચ્યા ત્યારે તેમને ૩ કલાક સુધી બેસાડી રાખ્યા બાદ “જગ્યા હાઉસફુલ છે” કહીને પરત મોકલી દેવામાં આવ્યા. વાલી જ્યારે ફરી DDO કચેરીએ પહોંચ્યા, ત્યારે તેમને સ્કૂલ પાસેથી લેખિતમાં ના લેવાનું કહેવામાં આવ્યું. પરંતુ, જ્યારે વાલી ફરી સ્કૂલ ગયા, ત્યારે સ્કૂલ

સંચાલકોએ લેખિત આપવાની પણ ના પાડી અને કહ્યું કે, અમને DDO કચેરીમાંથી કોઈ લેટર મળ્યું જ નથી! DDO કચેરીએ સ્કૂલને જાણ કર્યા વગર એડમિશન ફાઈનલ કર્યું? કે પછી સ્કૂલ સંચાલકો નિયમોને અવગણી રહ્યા છે? આ મામલો વધુ ગંભીર ત્યારે બને છે જ્યારે જાણવા મળે છે કે, જે વાલીઓ તોતિંગ ફી ચૂકવે છે તેમને એડમિશન સરળતાથી મળે છે પરંતુ, ગરીબ અને RTEના બાળકોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે! શિક્ષણ સત્ર શરૂ થઈ ગયું છે, છતાં અનેક RTE વિદ્યાર્થીઓ હજુ એડમિશન માટે ભટકી રહ્યા છે. આ માત્ર એક સ્કૂલનો મુદ્દો નથી. આ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલે છે! હવે જોવાનું એ છે કે તંત્ર જાગશે કે ફરી ગરીબ બાળકો સાથે અન્યાય ચાલુ જ રહેશે?