રાજકોટના ધારાસભ્યોની શરમજનક હકીકત ?
નેતાઓ માટે ફોટો સેશન પૂરતું વિકાસ ? શાળામાં મૂળભૂત સુવિધાઓનો અભાવ
- જ્યાં પ્રવેશ મહોત્સવ છે ત્યારની નેતાઓની તસવીર
- ધોળકિયા સ્કૂલમાં મૌન ધારાસભ્યો અહીંયા ફોટા પડાવી છૂમંતર !
- જ્યાં પ્રવેશોત્સવ નથી તે સ્કૂલોમા બાળકો માટે પીવાના પાણીનો એક ગ્લાસ પણ નથી !
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં એક તરફ શાળા પ્રવેશોત્સવની ધામધૂમ તૈયારી ચાલી રહી છે, તો બીજી તરફ જમીનસ્તરની હકીકત ચિંતાજનક સામે આવી છે. સિટી ન્યૂઝ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે અનેક શાળાઓમાં બાળકો માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. કોઠારિયા રોડ પર, હુડકો પોલીસ ચોકી સામે આવેલી શાળા નંબર ૬૧માં નાના ભૂલકાઓને પીવાના પાણી માટે ગ્લાસ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. બાળકોને સીધા નળમાંથી પાણી પીતા જોવા મળ્યા, જે સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી બની શકે છે. બીજી તરફ, પ્રવેશોત્સવ દરમિયાન નેતાઓ અને અધિકારીઓ દ્વારા શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ અપાવી ફોટો સેશન કરવામાં આવે છે, પરંતુ કાર્યક્રમ બાદ વાસ્તવિક સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.