Loading Please Wait !!!
માથું ફૂટ્યું, પગ ભાંગ્યો છતાં જંતર-મંતર પર અડગ પ્રદર્શનકારીઓ

  • યુવાનો બોલ્યા : મંત્રીના રાજીનામા સુધી અહીં જ રહીશું
  • ફૂલ લઈને ઉભા હતા તો પણ લાઠીઓ મળી

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

કોક્રોય જનતા પાર્ટીએ ‘ચલો સંસદ’ માર્ચ કાઢી. તેઓ NEET પેપર લીકને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ હજુ બેરિકેડ્સ પણ પાર કર્યા ન હતા અને પોલીસે લાઠીચાર્જ કરી દીધો. આ દરમિયાન ૧૦૦ થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા. કેટલાક હજુ પણ હોસ્પિટલમાં છે, જ્યારે મોટાભાગના ડિસ્ચાર્જ થઈને જંતર-મંતર પર અડગ ઊભા છે. ધરણા સ્થળ પર અમને ૨૦ વર્ષીય અહેલી મળ્યા. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈંગ્લિશ ઓનર્સ કરી રહ્યા છે. ૨૦ જુલાઈએ અહીં આવ્યા છે, અહેલી જણાવે છે કે, ‘માર્ચ શરૂ થતા પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે જો પોલીસ માર્ચ પર આવે તો શાંત રહીને તેમને ફૂલ આપવાના છે. અમે લોકો ફૂલ લઈને ઉભા હતા. ત્યાં જ ભીડ વચ્ચે એક એમ્બ્યુલન્સ ઘૂસી આવી. કદાચ પોલીસ-પ્રશાસન નાસભાગની સ્થિતિ સર્જવા માંગતું હતું, કારણ કે એમ્બ્યુલન્સની અંદર કોઈ નહોતું. માત્ર તેમના જ એક-બે લોકો હતા. જ્યારે એમ્બ્યુલન્સની સાથે જ અમારા કેટલાક લોકોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, તો પોલીસે લાઠીચાર્જ કરી દીધો.