નમો નતમસ્તક! ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
પહેલીવાર સરકાર ઝૂકી; યુવાના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું
- સિટી ન્યૂઝ@નવી દિલ્હી
શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. પેપર લીક કેસમાં તેમના રાજીનામાની માગ કરતા કોક્રોય જનતા છેલ્લા ૩૬ દિવસથી જંતર-મંતર પર ધરણા પ્રદર્શન કરી રહી છે. રાજીનામા પછી જંતર-મંતર પર કોક્રોય જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે કહ્યું- તેઓ કહેતા હતા કે આ સરકારે રાજીનામા નથી થતા, પરંતુ ઝૂકતી હે દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે.
પ્રધાને રાજીનામાને લઈને સોશિયલ
મીડિયા પર પત્ર પોસ્ટ કર્યો. બે પેજ અને પાંચ શબ્દોમાં લખેલા આ પત્રમાં પ્રધાને બાકીની વાતો સાથે બે જગ્યાએ યુવાનોને ભમિત કરવાની વાત પણ લખી. પત્રોનો આ ભાગ નીચે હાઈલાઈટ કરવામાં આવ્યો છે. જંતર-મંતર પર અભિજીત દીપકે કહ્યું- મંત્રીનું રાજીનામું તો થઈ ગયું છે, પરંતુ અમારી બીજી બે માંગણીઓ છે. અમે નહીં જઈએ, કોક્રોય એકવાર ઘૂસે તો નીકળતો નથી. જે બાળકોએ આત્મહત્યા કરી તેમના પરિવારને
એક કરોડ વળતર મળે. પોલીસવાળાઓ
પર કાર્યવાહી થવી જોઈએ.
અમે તો એક મંત્રીનું રાજીનામું લઈ લીધું, તો તમે લોકો શું ચીજ છો. વિદ્યાર્થીઓ પરના કેસ પાછા ખેંચવા જોઈએ. ભાઈ આ લોકતંત્ર છે. મને એક મહિનાથી લોકો કહેતા હતા કે શું કરી રહા છો, ક્યાં સુધી બેસશો. આ રાજીનામું નહીં આપે. પણ અમે કરી બતાવીશું.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કોક્રોય જનતા પાર્ટીની પ્રતિક્રિયા આવી છે. પાર્ટી તરફથી પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે કોક્રોયની જીત થઈ.
આ 5 કારણોસર સરકાર ગભરાઈ
-
જંતર-મંતરના દાયરામાંથી બહાર નીકળી ગયું હતું વિરોધ પ્રદર્શન
-
સરકાર પર 3 મોરચેથી એકસાથે દબાણ
-
સંગઠનની અંદર સલાહ, RSSનું વલણ
-
સરકારી છબી-વિરોધી છબી બનવાનો ખતરો
-
યુપી, પંજાબ સહિત આવનારી ચૂંટણીઓમાં નુકસાનનો ડર