Loading Please Wait !!!
NEET પેપર લીકે મારો દિકરો ખોયો; લાડકોડથી ઉછેરેલા દીકરાના અંતિમ સંસ્કાર કર્યા

  • અમદાવાદનો કહાન ભણવામાં ટોપર હતો
  • પિતાની વેદના : નીટની પરીક્ષા કેન્સલ થવા પાછળ ગુનેગાર કોણ ? અને 20 જુલાઈએ બાળકોને માર્યા એના જવાબદાર કોણ ?
  • પેપર ફૂટવાના સમાચારથી 17 વર્ષમાં પહેલીવાર મેં કહાનને ગુસ્સો કરતો જોયો : પિતા
  • બાળકો માટે સિસ્ટમ બદલવી પડશે : કહાનના પિતા

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દેશભરમાં ચકચાર જગાવનાર NEET પેપર લીક કૌભાંડે અમદાવાદના એક આશાસ્પદ અને તેજસ્વી વિદ્યાર્થીનો ભોગ લીધો છે. ડૉક્ટર બનવાનું સપનું જોનારા ૧૭ વર્ષીય કહાનને પરીક્ષા રદ થવાના આઘાતમાં ૧૮ જૂનના રોજ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે હાથે દીકરાને ૧૭ વર્ષ સુધી લાડકોડથી ઉછેર્યો હતો, તે જ હાથે પિતા પ્રશાંત પટેલે દીકરાના નશ્વર દેહને અગ્નિદહ આપવો પડ્યો હતો. સિસ્ટમની આ નિષ્ફળતાએ એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો છે.

કહાન પહેલેથી જ ભણવામાં ટોપર હતો. ધોરણ ૧૦ પછી તેણે જાતે જ મેડિકલ ફિલ્ડમાં જવાનો

નિર્ણય લીધો હતો. છેલ્લા ૨ વર્ષથી તેણે ફૂટબોલ અને મ્યુઝિક જેવા પોતાના તમામ શોખ બાજુ પર મૂકીને માત્ર NEET ની તૈયારીમાં જ રાત-દિવસે એક કર્યા હતા. પરીક્ષા આપ્યા બાદ તે અત્યંત ખુશ હતો અને મિત્રો સાથે સેલિબ્રેશન પણ કર્યું હતું, પરંતુ ૧૨ મેના રોજ પેપર ફૂટી ગયાના સમાચાર અને ત્યારબાદ

૧૭ તારીખે પરીક્ષા રદ થવાની જાહેરાતે તેને અંદરથી તોડી નાખ્યો હતો. ફરીથી પરીક્ષા આપવાના વિચારે તેને એટલો નિરાશ કર્યો કે તેણે જીવન ટૂંકાવવાનો કઠોર નિર્ણય લીધો.

દીકરાને ગુમાવવા બાદ પિતા પ્રશાંત પટેલ ભારે આઘાતમાં છે, પરંતુ તેઓએ હાર માની નથી. કહાનના મોત માટે તેઓ સીધી રીતે ભ્રષ્ટ સિસ્ટમને જવાબદાર માને છે. સરકાર તરફથી કોઈ संतोषકારક જવાબ ન મળતા, પ્રશાંત પટેલ હવે ન્યાય માટે મેદાને ઉતર્યા છે. સોનમ વાંગ્યુક જેવા અન્નાઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં તેઓ પણ જોડાયા છે અને સિસ્ટમ સામે લડત આપી રહ્યા છે.