રઘુવંશી તરંગ લેડીઝ ક્લબનો પ્રતિભા સન્માન સમારોહ
નર્સરીથી ધોરણ 12ના તમામ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન
» 14 જૂને કોટક સભા ગૃહ ખાતે ધારાસભ્ય અને મેયરની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ » વિદ્યાર્થીઓને રેન્ક મુજબ શિલ્ડ અને આકર્ષક ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે 'પ્રતિભા સન્માન સમારંભ ૨૦૨૬' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ ચૌધરી હાઇસ્કુલ ખાતે આવેલા કોટક સભા ગૃહમાં આ પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે. જેમાં કોઈપણ ભેદભાવ વિના દરેક જ્ઞાતિના નર્સરીથી લઈને ૧૨ મા ધોરણ સુધીના તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોનો ઉત્સાહ વધારવા માટે સંસ્થા દ્વારા સુંદર મજાના તેમના રેન્ક સાથેના શિલ્ડ તેમજ અવનવી ગિફ્ટ પુરસ્કાર રૂપે આપીને બિરદાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તેમજ બાળકોને આશીર્વાદ આપવા માટે ચીફ ગેસ્ટ તરીકે રાજકોટ વિધાનસભા ૬૯ ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, નવનિયુક્ત મેયર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી અને રઘુવંશી અગ્રણી કાશ્મીરા નથવાણી ખાસ ઉપસ્થિત રહેશે.
બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા આ પ્રતિભા સન્માન સમારંભને સફળ બનાવવા માટે રઘુવંશી તરંગ લેડીઝ ક્લબના મુખ્ય સંચાલક બીના રઘુવંશી તેમજ કમિટી મેમ્બર રશ્મી કોટક, બીના સોની, એડવોકેટ હેમલતા ગુપ્તા અને વર્ષાબા જાડેજા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.