પાન મસાલા અને ગુટખાના પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ
- કંપનીઓ હવે ફક્ત કાગળ, ટીન અથવા ગ્લાસ કન્ટેનરમાં જ પાન મસાલા પેક કરીને વેચી શકશે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ પાન મસાલાના પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો હેઠળ, કંપનીઓ હવે ફક્ત કાગળ, ટીન અથવા ગ્લાસ કન્ટેનરમાં જ પાન મસાલા પેક કરીને વેચી શકશે.કંપનીઓએ હવે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળવું પડશે. FSSAI એ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન ૨૦૨૬ ને નોટિફાય કર્યું છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવી ગયા છે. FSSAI એ પાન મસાલાના પેકેજિંગમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, પોલીથીન, PVC, પોલિએસ્ટર અથવા સિન્થેટિક પોલિભરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્ય કારણ પર્યાવરણ સુરક્ષા છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ
ફોઇલવાળા પાઉચ વર્ષો સુધી નષ્ટ થતા નથી અને પ્રદૂષણ વધારે છે. આ નિયમનો હેતુ પાન મસાલાના પેકેજિંગને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત અને ઇકો-ફ્રેન્ડલી બનાવવાનો છે. આ નિર્ણય પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬ ના 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬' ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.પાન મસાલા બનાવતી કંપનીઓ હવે ફક્ત પ્લાસ્ટિક-મુક્ત કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ અથવા અન્ય કુદરતી રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરી શકશે. FSSAI એ ટીનના ડબ્બા અને અન્ય કન્ટેનરને પણ પેકેજિંગ માટે મંજૂરી આપી છે. FSSAI એ તેના પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ કંપની નિયમોથી બચવા માટે બહારથી કાગળનું કવર લગાવે છે, પરંતુ પાઉચની અંદર ભેજ રોકવા માટે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે તો
તેને ગેરકાયદાકીય ગણવામાં આવશે. પેકેજિંગ અંદર અને બહાર, બંને તરફથી સંપૂર્ણપણે પ્લાસ્ટિક-ફ્રી હોવું જોઈએ. પેકેજિંગના નિયમોને લઈને આ એક મોટો બદલાવ છે. ૨૦૧૮ના 'ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) નિયમો' માં સુધારો કરવામાં આવ્યો છે. હવે પાન મસાલાને 'શેડ્યૂલ ૪' હેઠળ નવી એન્ટ્રી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેમાં સરકાર તે સામાન્યી યાદી રાખે છે, જેના માટે પેકેજિંગ ગટીરીયલના ખાસ નિયમો અને સૂચનો નક્કી કરવામાં આવે છે. FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે આ નોટિફિકેશન ખાસ કરીને માત્ર પેકેજિંગ નિયમો માટે છે. પ્રોડક્ટ તરીકે પાન મસાલાના વેચાણ પર કોઈ નવો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. તે બજારમાં વેચાતો રહેશે. જો કોઈ કંપની પ્લાસ્ટિક, સિન્થેટિક પોલિભર અથવા એલ્યુમિનિયમ લેયરવાળી પેકેજિંગનો ઉપયોગ ચાલુ રાખે
છે, તો તેના પર ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અને 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ' હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં ભારે દંડ લાદવાથી લઈને નુંલાઈસન્સ રદ કરી શકાય છે. પાન મસાલાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. પ્લાસ્ટિક પાઉચની સરખામણીમાં કાગળ, ટીન કે ફાયની પેકેજિંગ તૈયાર કરતી કંપનીઓ માટે થોડી મોંઘી હોય છે. જ્યારે કંપનીઓની પેકેજિંગ કોસ્ટ એટલે કે ખર્ચ વધશે, ત્યારે તેઓ બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેનાથી આવનારા સમયમાં પાન મસાલાના ભાવ વધી શકે છે. ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાજપત્રમાં પ્રકાશિત થતીત સાથે જ આ નિયમો લાગુ થઈ ગયા છે. કંપનીઓએ હવે તાત્કાલિક તેમની પેકેજિંગ વ્યવસ્થા બદલવી પડશે.