પાકિસ્તાની સેનાનું બલૂચિસ્તાનમાં મોટું ઓપરેશન; 35 આતંકવાદી ઠાર
=> તહરીક–એ–તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
પાકિસ્તાનલા બલૂચિસ્તાન માં સુરક્ષાદળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશન દરમિયાન ૩૫ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે ૩ સિનિયર કમાન્ડરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન છેલ્લા ચાર દિવસથી સતત કાર્યવાહી ચાલી રહી છે. શાહિદ રિંદએ ક્વેટામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે આ કાર્યવાહી પ્રતિબંધિત તહરીક–એ–તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઝડપાયેલા ત્રણેય કમાન્ડરો હાઇ–પ્રોફાઇલ વ્યક્તિઓ છે અને અગાઉ ઝડપાયેલા આતંકીઓ પાસેથી મળેલી ગુપ્તચર માહિતીના આધારે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષાદળોની કાર્યવાહીમાં મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં આવેલા અનેક આતંકી બેઝ કેમ્પોને પણ નષ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
હાલમાં પાકિસ્તાની સેના તરફથી આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં બલૂચિસ્તાનના બરખાન જિલ્લામાં આતંકીઓ સામે ચલાવવામાં આવેલા અન્ય એક ઓપરેશન દરમિયાન એક મેજર સહિત પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત થયા હતા. પાકિસ્તાન પર લાંબા સમયથી આતંકી સંગઠનોને આશ્રય આપવાના આરોપો લાગતા રહ્યા છે. આવી સ્થિતિમાં બલૂચિસ્તાનમાં આતંકીઓ સામેની કાર્યવાહી દ્વારા પાકિસ્તાન પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે.