Loading Please Wait !!!
સિવિલ હોસ્પિટલ થેલેસેમિયા બાળકોની દવા નહીં આપે તો સોમવારથી ઉપવાસ આંદોલન

 
  • AAP નેતા પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ
  • રોજની 18 ગોળીઓ ખાવા છતાં કોઈ અસર નહીં: બાળકોને સમયસર દવા અને ઈંજેક્શન ન મળતા હોવાની ગંભીર ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ

AAP મહિલા ઉપાધ્યક્ષ વીડિયો દ્વારા સરકારને ઘેરી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડાતા માસૂમ બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી આ બાળકોને સમયસર જરૂરી દવાઓ અને ઈંજેક્શનો આપવામાં આવતા નથી. દર્દીઓ અને તેમના પરિવાર દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા, આરોગ્ય વ્યવસ્થાની મોટી ખામી છતી થઈ છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે દવાઓ બાળકોને આપવામાં આવી રહી છે, તેના શરીર પર કોઈ જ સકારાત્મક અસર થતી નથી અને દવા લીધા બાદ બાળકોને ઉલ્ટીઓ થવા લાગે છે.
 
એક બાજુ થેલેસેમિયા પીડિત એક-એક બાળકને આખા દિવસમાં ૧૮-૧૮ જેટલી ભારે ગોળીઓ ખાવી પડે છે, ત્યારે આ દવાઓ ડુપ્લિકેટ કે હલકી ગુણવત્તાની હોવાની આશંકા સેભાઈ રહી છે, જે આ માસૂમ જીવો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પ્રદેશના મહિલા ઉપાધ્યક્ષ પદ્મિનીબા વાળાએ મેદાનમાં આવીને સરકાર સામે ગોર્ચ્યો ગાંଡ଼્યો છે. તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને સરકારશ્રીને સીધી ચેતવણી આપી છે કે જો આગામી ૪૮ કલાકની અંદર થેલેસેમિયા પીડિત બાળકોની આ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેમને સમયસર સાચી સારવાર નહીં મળે, તો તેમના દ્વારા સરકાર સામે કડકડ કડક પગલાં લેવામાં આવશે.