ગુજરાત પોલીસની ટેકનિકલ ભરતીની પરીક્ષા 23 ઓગસ્ટે
- 25 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા
- 950 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની ટેકનિકલ કેડરની વિવિધ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે યોજાશે. ભરતી બોર્ડની સત્તાવાર માહિતી મુજબ પોલીસ ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) ની ભરતી માટે પરીક્ષા યોજાવાની છે. ભરતી પ્રક્રિયા હેઠળ PSI (વાયરલેસ) ની ૧૭૧, ટેકનિકલ ઓપરેટરની ૬૯, PSI (મોટર ટ્રાન્સપોર્ટ)ની ૩૫ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧)ની ૪૫ જગ્યાઓ મળી કુલ ૭૫૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. આ પરીક્ષા માટે અત્યારે ૨૫ હજાર ઉમેદવારોએ કોલેટર ડાઉનલોડ કર્યા છે. તમામ પરીક્ષામાં Part-A અને Part-Bમાં અલગ-અલગ ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ મેળવવા જરૂરી રહેશે. ખોટા જવાબ માટે ૦.૨૫ ગુણની નેગેટીવ માર્કિંગ રહેશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ભરતી બોર્ડ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર ૧૧૦૦થી વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓ અને ૧૪૦૦ જેટલા શિક્ષણ વિભાગના અધિકારી/કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં જોડાશે.