'રોયલ સ્ટેગ' પછી 100 Pipersની બોટલમાં ડિફેન્સના નામે નકલી દારૂનું રેકેટ ઝડપાયું
અમદાવાદ પોલીસને સફળતા : શંકાસ્પદ પ્રવાહી-ખાલી બોટલો જપ્ત
સિટી ન્યૂઝ@અમદાવાદ
ભાવનગર લઠાકાંડમાં નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી દના મોત નિપજ્યા છે ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડનો દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને SMC પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફારાર છે.
નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મચારીઓએ સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુબિલ માખીજા અને દિનેશ જંડાવલા નામના શપ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. SMC અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુબિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમાં ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી. ઉપરાંત આરોપી પાસેથી રૂ.૫,૦૦૦ની કિંમતો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે પોલીસે કજ્જે કરીને તપાસ દરમિયાન દિનેશ જંડાવલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આદધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે રૂ. ૬૫૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવી સ્ટીકર અને
કેમિકલ-ફ્લેવર ભેળવી 100 Pipers બ્રાન્ડના સ્ટીકર લગાવી ડિફેન્સનો માલ કહી વેચાણ કરતા હતા
ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા. જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુબિલની ધરપકડ કરી ફારાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.