'નકલી દારૂ પીનારા'ના લોહીમાંથી ઘાતક કહેવાય મિથેનોલ અને ઇથેનોલ મળી આવ્યું
ભાવનગર દારૂકાંડમાં અત્યાર સુધીમાં 11નાં મોત થયા
સિટી ન્યૂઝ@ભાવનગર
અત્યાર સુધી 'નકલી વિદેશી દારૂ પીનારા' કુલ સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને હાલ ૩ લોકો સારવાર હેઠળ છે. આ મામલે ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી એફઆઈઆરમાં કુલ ૨૧ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ તપાસ માટે ભાવનગર પહોંચી છે. આ મામલે થયેલી એફઆઈઆરમાં પોલીસે 'નકલી વિદેશી દારૂ પીધા' બાદ મૃત્યુ પામેલ અને સારવાર હેઠળ હોય એવા દર્દીઓના બ્લડ સેમ્પલની એફએસએલ દ્વારા કરાયેલી તપાસનાં પરિણામો જાહેર કર્યા છે. જે વિગતો પ્રમાણે આ ઘટનામાં સૌથી પહેલા મૃત્યુ પામેલ ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલના લોહીના નમૂનામાં ૦.૦૭૭૩ %W/V (ટકાવારીમાં વેટ ટૂ વોલ્યુમ) મિથેનોલ મળી આવ્યું હતું.
તેમજ 'નકલી વિદેશી દારૂ' પીનાર કાર્તિકભાઈ મકવાણાના લોહીના નમૂનામાં ૦.૦૮૪૭ %W/V મિથેનોલ મળી આવ્યું હતું. અભયભાઈ દિહોરાના લોહીમાંથી ૦.૧૪૦૮ %W/V મિથેનોલ અને ૦.૦૨૭૯ %W/V ઇથેનોલ મળી આવ્યું હતું. બળદેવસિંહ ગોહિલના લોહીના નમૂનામાં ૦.૦૮૮૬ %W/V મિથેનોલ મળી આવ્યું હતું. ઘનશ્યામસિંહ જાડેજાના લોહીના નમૂનામાં ૦.૦૮૧૮ %W/V મિથેનોલ અને ૦.૦૦૪૩ %W/V ઇથેનોલ મળી આવ્યું હતું. વિશ્વરાજસિંહ ગોહિલના લોહીમાં ૦.૧૦૬૦ %W/V મિથેનોલ, અબ્દુલ શામીમ અબ્દુલ હામિદ ખાનના લોહીમાંથી ૦.૦૩૪૪ %W/V મિથેનોલ તેમજ ૦.૧૦૩૫ %W/V ઇથેનોલ, કપિલ દેવમુરારીના લોહીમાંથી ૦.૦૨૩૯ %W/V મિથેનોલ અને ૦.૦૭૪૪ %W/V ઇથેનોલ, હિતેશભાઈ જોશીના લોહીમાં ૦.૦૧૪૪ %W/V મિથેનોલ અને ૦.૦૪૦૩ %W/V ઇથેનોલ તેમજ હાર્દિક કિલ્જાના લોહીમાં ૦.૦૩૨૧ %W/V મિથેનોલ અને ૦.૦૪૦૭ %W/V ઇથેનોલ મળી આવ્યું હતું.
કેવી રીતે બનાવાય છે નકલી દારૂ ?
રાજ્યમાં નકલી દારૂ વેચાતો હોવની સામે આવ્યું હોય તે પહેલી વખત નથી. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ભંગારમાંથી એકત્ર કરવામાં આવેલી બોટલો અને કેટલાંક રસાયણોની મદદથી 'નકલી દારૂ' બનાવતી હતી અને તેને એવી રીતે સીલ કરીને પૅક કરવામાં આવતી હતી. ભાવનગર જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ નિલેશ પાડેએ જણાવ્યું હતું કે, આજકાલ નકલી દારૂ બનાવવાની આ એક સામાન્ય પદ્ધતિ છે અને નિયમિત તપાસ દરમિયાન આવા ઘણા લોકો આ રીતે 'નકલી દારૂ' બનાવતા હોય છે. સામાન્ય રીતે લોકો ભંગારની દુકાનોમાંથી બોટલો ખરીદે છે, તેના માટે સ્ટીકરો બનાવે છે, સ્વાદ અને રંગ માટે સિરપનો ઉપયોગ કરે છે અને તેમાં થોડા પ્રમાણમાં દારૂ તથા કેટલાક રસાયણો પણ ભેરવે છે. જોકે, પોલીસને શંકા છે કે આ કિસ્સાઓમાં આ ફોર્મ્યુલા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે અને તેના કારણે દારૂ ઝેરી બની ગયો હશે, તેથી પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. આ મામલે બોટલોની સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ લોકોને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું આઈજીપી આર. વી. અસરીએ જણાવ્યું હતું. પોલીસે એક ચોક્કસ બ્રાન્ડની ઘણી બોટલો જપ્ત કરી છે અને નકલી દારૂના વેચાણમાં સંકળાયેલા અન્ય લોકોને પકડવાના પ્રયાસો ચાલુ રહ્યા છે. વૈજ્ઞાનિક તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની ટીમ પણ તપાસમાં સામેલ છે.
- નકલી દારૂ પીતા મગજ ડેમેજ થતા 3 દિવસથી હોસ્પિટલમાં
- ભાવનગરમાં લઠાકાંડનો ભોગ બનેલ સુરતનો યુવક બ્રેઇનડે
ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતી અદરોડા સ્થિર આઈએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે. ૧૮ ઓગસ્ટે સુરતથી આવેલા ભાવનગર લઠાકાંડમાં મૃત્યુઆંક ૯ થઈ ગયો છે અને ૩૦ લોકો સારવાર હેઠળ છે. કુલ ૨૧ આરોપીમાંથી ૧૩ ને ૧૪ દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને ઠરાવ કરી આરોપીઓ પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
સંજયસિંહ ૧૯ તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને ૧૭ તારીખે સવારે સુરત પહોંચ્યા હતા. સુરત આવતાની સાથે જ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની જાણીતી હોસ્પિટલમાં ખસેડાતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને હાર્ટ અટેક આવી જતાઁ હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર (CPR) આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારપછીથી તેઓ સતત બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા. સંજયસિંહના મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો.