Loading Please Wait !!!
તેલંગાણાના CM રેડ્ડીને અમેરિકા જવાની મંજૂરી ન મળી

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીને અમેરિકા જવા માટે કેન્દ્ર તરફથી મંજૂરી મળી નથી. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ શુક્રવારે આ માહિતી આપી.રેવંત રેડ્ડી હાલમાં લંડનમાં છે. તેમને અમેરિકાના બોસ્ટન જવાનું હતું અને ૩૦ ઓગસ્ટે હૈદરાબાદ પાછા ફરવાનું હતું, પરંતુ હવે તેઓ ૨૩ ઓગસ્ટે સીધા હૈદરાબાદ પાછા ફરશે. CMO અનુસાર, રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળનું તેલંગાણા રાઇઝિંગ પ્રતિનિધિમંડળ અમેરિકાનો પ્રવાસ કરી શકશે નહીં. વિદેશ મંત્રાલયે રાજકીય આધાર પર ફિલયરન્સ આપવાનો ઇનકાર કર્યો છે.રાજ્ય સરકારે નિયમો અનુસાર UK અને USA પ્રવાસ માટે કેન્દ્ર પાસેથી મંજૂરી માંગી હતી, પરંતુ ફક્ત UK પ્રવાસને મંજૂરી મળી. CMO અનુસાર, પ્રતિનિધિમંડળ UK પહોંચ્યા પછી કેન્દ્રએ USA પ્રવાસની મંજૂરી ન આપવાની જાણકારી આપી.