Loading Please Wait !!!
'ફડાકાકાંડ' પછી રાજકોટ સિવિલ સર્જન ડો. મોનાલીની હાકલપટ્ટી: ડો. કમલ ડોડિયાની નિમણૂંક

 

ડો. મોનાલી માંકડિયા પોતાની જોહુકમી ચલાવતા હતા

ડો. રામાણી વિરુદ્ધ ફરિયાદીએ જુલાઈ મહિનામાં લેખિતમાં ફરિયાદ કરી હતી તો પણ સિવિલ સર્જન ડો. મોનાલી માંકડિયાએ પગલાં કેમ લીધા નહીં

  • સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ગઈકાલે રાત્રે સિનિયર મેડિકલ ઓફિસર ડો.અશ્વિન રામાણીએ જુનિયર ફીમેલ રેસિડેન્ટ ડો.કિશા ચાંગાણાને ગાળો ભાಂಡી ફડાકો મારી દીધાની ગુંજ છેક ગાંધીનગર સુધી સંભલાઈ હતી આ બનાવને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર ગણાવી મેડિકલ ઓફિસર સામે કડક પગલાં લેવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ વચ્ચે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ્ક ડો.મોનાલી માકડીયાને સુપ્રિન્ટેન્ડેન્ટ્ક ચાર્જમાંથી મુક્ત કરતો અને નવા સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો.કમલ ડોડિયાનો ઓર્ડર ગાંધીનગરથી આવતા સમગ્ર બનાવ ટોપ ઓફ થી ટાઉન બન્યો છે, જો કે, ઓર્ડરમાં વહીવટી કારણોસર ચાર્જ મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના પણ અસર કરી ગઈ હોય તેમ પણ લાગી રહ્યું છે.

ઓપથેલ્મોલોજી વિભાગના વડા ડો.કમલ ડોડિયા સોમવારે વિધિવત ચાર્જ સંભાળશે, તેમના કાર્યકાળની વાત કરીએ તો ઓપથેલ્મોલોજી વિભાગના વડા હોવાની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલ પણ રહી ચુક્યા છે, અને રાજકીય રીતે આરએસએસ સાથે પણ સંકળાયેલા છે, સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે પ્લાસ્ટિક અને બર્ન્સ વિભાગના વડા ડો.મોનાલી માકડીયા સોમવારે ડો.કમલ ડોડિયાને ચાર્જની સોંપણી કરશે. તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસની સાથે બંધ કવરમાં થતા ટેન્ડર ને બદલે તમામ ટેન્ડર પ્રક્રિયા પણ ઓનલાઈન કરી વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવી હતી. ખાસ કરીને લિકર પરમીટમાં ચાલતી ગેરરીતિઓ સંદર્ભ બંધ કરી હતી અને નિયમ મુજબ કામગીરી કરવામાં આવતા રાજકીય આલમમાં પણ તેમના માટે અચવાત પણ હતો. એકંદરે ઘણા સમય બાદ  ડો.મોનાલી માકડીયાની કાર્ય પધ્ધતિથી સિવિલ હોસ્પિટલમાં ઘણા ફેરફાર પણ જોવા મળ્યા હતા.
 
જો કે, ડો,કમલ ડોડિયા પણ નિયમોની લાઈનમાં ચાલનારા હોવાથી આવતા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં કેવા ફેરફાર થશે એ જવું રહ્યું. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડો.મોનાલી માકડીયા પ્લાસ્ટિક અને સર્જરી વિભાગના વડા હોવાની સાથે વધારાનો સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ તેમની પાસે હતો આથી સવારે તેમના વિભાગમાં ઓપીડી અને સર્જરી બાદ બાકીનો સમય સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કાર્યોભાર સંભાળી રહ્યા હતા. આથી બંને જગ્યાએ સંભાળી કરવી ખૂબ કઠિન હોવાની સાથે સાથે કેટલીક અડચણો સહિતની બાબતો પણ અસર કરતા હોવાથી ડો.મોનાલી માકડીયાએ અગાઉ અનેક વખત ગાંધીનગર ખાતે લેખિત પણ તેમને સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકેના ચાર્જમાંથી મુક્ત કરવા માટે જણાવ્યું હતું. જ્યારે આજે તેમને ચાર્જમાંથી મુક્ત કરતા ચોક્કસ પાણે ડો,માકડીયાએ સરકારનો આભાર માની ખુશી વ્યક્ત કરી હશે.