Loading Please Wait !!!
શૈક્ષણિક પ્રવૃત્તિ : નિધિ સ્કૂલમાં મેંગો ડેની ઉજવણી

 

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલના કે.જી વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ફળોનો રાજા એટલે કે કેરીની ઉજવણી “મેંગો ડે” તરીકે કરવામાં આવેલ હતી, આ ઉજવણીમાં સ્કૂલ તરફથી કે.જી વિભાગના વિદ્યાર્થી ભાઈ બહેનોને કેરીના પીસ તેમજ કેરીનો રસ કેવી રીતે કરવામાં આવે છે તેની શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા જણાવવામાં આવેલ હતું, તેમજ કેરીના પીસ તેમજ રસ વિદ્યાર્થીઓમાં વહેંચણી કરવામાં આવેલ હતી, આ “મેંગો ડે”ની ઉજવણીમાં ડેકોરેશન દ્વારા શિક્ષક બહેનોએ વિદ્યાર્થીઓને ફળોના રાજાની સંપૂર્ણ માહિતી આપેલ હતી, તેમજ ફળોના રાજા કેરી ઉનાળામાં આવે છે ત્યારે તેને ઉપયોગ કરી શકાય છે, આ મેંગો ડેની ઉજવણીમાં સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, બીના ગોઠેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ તેમજ કે.જી વિભાગના શિક્ષિકા બહેનોએ ભાગ લીધેલ હતો.