Loading Please Wait !!!
સોનાના પારણે ઝૂલશે ડાકોરના ઠાકોર !

ડાસોર: શ્રદ્ધા અને ભક્તિનું પરમધામ
પૌરાણિક માન્યતા અનુસાર, પરમ ભક્ત બોડાણાની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈને ગંગાપત દ્વારકાથી સ્વયં ગાડમાં બેસીને ડાકોર પધાર્યા હતા. મંદિરની નજીક પવિત્ર ગોમતી તળાવ આવેલું છે.
રણછોડરાય મંદિરે જન્માષ્ટમીની તૈયારી પૂર્ણ, આઠમે ઉત્સવ
 
સિટી ન્યૂઝ@રાજકોટ

ડાકોરમાં આવેલા ઐતિહાસીક રણછોડરાય મંદિરે દર વર્ષે ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.જન્માષ્ટમીના દિવસે ડાકોર, દ્વારકા, મથુરા જેવા અગ્રણી તೀರ್થસ્થળોએ નંદ ઉત્સવ અને જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આણંદ પાસે આવેલા ડાકોરનું રણછોડરાય મંદિર દર વર્ષે જન્માષ્ટમીની વિશેષ રીતે ઉજવણી કરે છે. જન્માષ્ટમીના દિવસે ડાકોર ખાતે સોનાના પારણામાં લલાજીને ઝુલાવવામાં આવે છે. આ ઉપરાંત આ બે દિવસ દરમિયાન વિશેષ પણ મોટી સંખ્યામાં બાલ કૃષ્જના દર્શન કરવા આવે છે અને મંદિરમાં ઉજવતા ઉત્સવોનો લહાવો માણો છે.જન્માષ્ટમીના દિવસે ડાકોર નું મંદિર છે ખૂબ જ સુંદર રીતના સજાવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે વિવિધ પ્રકારની આરતી અને

ઉત્સવ ઉજવાય છે. જેમાં સૌપ્રથમ જન્માષ્ટમીના દિવસે સવારે રોજની જેમ સાડા છ વાગ્યે નિજ મંદિર ખોલીને મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ ઠાકોરજીની પૂજા કરીને ભક્તોના દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. બપોરે એક વાગ્યે ઠાકોરજી પોઢી જશે. જેથી મંદિર બંધ કરવામાં આવશે. જેથી કોઈ ભક્તને મંદિરમાં પ્રવેશ મળશે નહીં.સાંજના પાંચ વાગ્યાની આસપાસ ઉત્થાપનની આરતી કરવામાં આવશે. પછી ઠાકોરજી

શયનભોગ આરોગવા બિરાજશે. જન્માષ્ટમીની રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ચાલુ કરવામાં આવશે. જેમાં કૃષ્ણ જન્મ થયા બાદ ઠાકોરજીને પંચામૃથથી સ્નાન કરાવીને શૃંગાર કરવામાં આવશે. શૃંગાર બાદ તેઓને મોર મુકુટ ધારણ કરાવીને તિલક-ચાંદલો કરવામાં આવશે. ત્યારબાદ તેમની આરતી કરવામાં આવશે.આરતી બાદ ઠાકોરજીને સોનાના પારણામાં બિરાજમાન કરીને ઝુલાવવામાં આવશે અને મહાભોગ લગાવવામાં

આવશે. મહાભોગની આરતી થયા બાદ ઠાકોરજી પોઢી જશે અને મંદિર બંધ કરી દેવામાં આવશે. બીજે દિવસે નંદ ઉત્સવ નિમિત્તે સવારે ૮:૪૫ વાગ્યે નિજ મંદિર ખોલીને ૯:૦૦ વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીની પૂજા અર્ચના કરીને ગોપીઓ નંદ ઉત્સવ કરવા માટે નીકળશે. આ દિવસે લોકો દ્વારા ગોકુળવાસી બનીને ભગવાન શ્રીકૃષ્ણના આગમનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મટકી ફોડ પણ કરવામાં આવશે. આ બંને દિવસ બહારના રાજભોગ બંધ રાખવામાં આવ્યા છે. જન્માષ્ટમી દરમિયાન ખૂબ જ ભીડ હોવાના કારણે દરેક ભક્તજનલોએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.જન્માષ્ટમી નિમિત્તે ઠાકોરજીને જે સોનાના પારણામાં ઝુલાવવામાં આવે છે. આ પારણું ૫૦ વર્ષથી પણ વધારે જૂનું છે. જે ૨૪ કેરેટ સોનાનું બનેલું છે. આ પારણું આશરે ચારથી સાડા ચાર કિલો જેટલું વજન ધરાવે છે. દર વર્ષે ફક્ત જન્માષ્ટમીના દિવસે જ આ પારણા ને બહાર કાઢીને તેમાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે.