અહીં રાધા નહીં, પણ પત્ની જાંબુવતી સાથે 150 વર્ષ જૂના વસ્ત્રો પહેરીને બિરાજે છે ઠાકોરજી
સારંગપુરના રણછોડરાયજી
સારંગપુર દરવાજા પાસે આવેલું આ મંદિર અમદાવાદના સૌથી પ્રાચીન અને ચમત્કારિક સ્થાનોમાંનું એક ગણાય છે, જ્યાં ભગવાન રણછોડરાય અને લક્ષ્મીજી બિરાજમાન છે.
સારંગપુરમાં રણછોડરાયજી મંદિર 500 વર્ષ જૂનું છે
જે ભક્તો ડાકોર કે દ્વારકા જઈ શકતા નથી તેઓ અહીં દર્શન કરી ત્યાંના જેટલું પુણ્ય પ્રાપ્ત કરે તેવી માન્યતા છે
શહેરમાં ભગવાન કૃષ્ણનું એક એવું મંદિર છે, જ્યાં તેઓ રાધા નહિ, પણ તેમનાં પત્ની જાંબુવતી સાથે બિરાજમાન છે. સારંગપુરમાં રણછોડરાયજી મંદિર ૫૦૦ વર્ષ જૂનું છે. આ વિસ્તારના એક કૂવામાંથી બંને મૂર્તિ મળી હતી, ત્યાર બાદ તેમની સ્થાપના કરવામાં આવી. મંદિરની બીજી એક ખાસિયત એ છે, અહીં રણછોડરાયજીને જન્માષ્ટમી, હોળી, દેવદિવાળી જેવા ખાસ દિવસોએ ૧૫૦થી વધુ વર્ષથી સાચવેલા સોના-ચાંદીના તારથી બનેલાં વસ્ત્રો, આભૂષણો પહેરાવી પૂજા કરાય છે. મંદિરના પ્રમુખ લવલેશ મહેતાના જણાવ્યાનુસાર, જે ભક્તો પૂનમે ડાકોર કે દ્વારકા જઈ શકતા નથી તેઓ અહીં દર્શન કરી ત્યાંના જેટલું પુણ્ય પ્રાપ્ત કરે તેવી માન્યતા છે. સારંગપુરના યુવાનો ત્રણ વર્ષથી દૂધના હલવાનો ભોગ ધરાવે છે.