પતિ-પત્નીની અદલા-બદલીનું નેટવર્કનું મૂળ મુંબઈ : રાજકોટમાંથી અનેક કપલો જોડાયા
મુંબઈના સોનિયા અને યશ ઓબેરોય માસ્ટરમાઈન્ડ
-
રાજકોટનું કપલ મુંબઈ કે હૈદરાબાદ જાય એટલે મેસેજ મૂકી દેવાનો રાજકોટથી હૈદરાબાદ આવ્યા છીએ
-
હૈદરાબાદનું કપલ રાજકોટ કપલના ફોટા શેર કરી રાત્રે પાર્ટીનું આયોજનની ગોઠવણી કરે
ગ્રુપમાં મેમ્બર બનવાની મહિને 5000
રૂપિયા ફી : આખા દેશમાં નેટવર્ક ફેલાયેલુ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક શંકાસ્પદ અને વિવાદાસ્પદ કપલ નેટવર્ક અંગે ચર્ચાઓ તેજ બની રહી છે. સૂત્રો મુજબ આ નેટવર્ક વિવિધ શહેરોમાં સક્રિય હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેમાં કેટલાક લોકો જોડાયેલા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ નેટવર્કમાં જોડાવા માટે સભ્યતા ફી લેવામાં આવતી હોવાની ચર્ચા છે અને દેશના વિવિધ શહેરોમાં સંપર્ક સ્થાપિત કરવામાં આવતો હોવાનું કહેવાય છે.
જોકે, આ તમામ દાવાઓ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કેટલાક સૂત્રો એ પણ દાવો કરે છે કે આવા નેટવર્કના કારણે પરિવારોમાં વિખવાદ અને સામાજિક સમસ્યાઓ ઊભી થતી હોવાની શક્યતા છે.