2029 પહેલા 21 રાજ્યોમાં UCC લાગુ કરાશે : શાહ
હિન્દીની બીજી ભાષા સાથે કોઈ હરિફાઈ નહીં : અમિત શાહ
» વિવિધતા દેશની સૌથી મોટી તાકાત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં કહ્યું કે ભાજપ-એનડીએ શાસિત ૨૧ રાજ્યોમાં ૨૦૨૯ પહેલા UCC લાગુ કરી દેવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૯માં યોજાવાની છે. ઉત્તરાખંડમાં જાન્યુઆરી ૨૦૨૫થી UCC સંપૂર્ણપણે લાગુ છે. હાલમાં UCC લાગુ કરનારું આ એકમાત્ર રાજ્ય છે.
ગુજરાત, આસામ અને મધ્યપ્રદેશમાં વિધાનસભામાંથી પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી અને અધિસૂચના જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ UCC
લાગુ કરવા માટે કાયદાનો મુસદો તૈયાર કરનારારી સમિતિઓ ગઠિત કરી દીધી છે. અહીં તેમણે મુંબઈમાં ભાજપના સેવા સંકલ્પ અભિયાનના લોબિંગ માટે કોન્ફરન્સ પણ કરી હતી. ૨૦૧૪માં ભાજપ/એનડીએ સરકારો લગભગ ૭ રાજ્યોમાં હતી. ૨૦૧૮ સુધીમાં આ સંખ્યા વધીને ૨૧ રાજ્યો સુધી પહોંચી ગઈ. ૨૦૧૯ પછી કેટલાક
રાજ્યોમાં સત્તા ગુમાવવાથી સંખ્યા ઘટીને લગભગ ૧૬-૧૭ રહી ગઈ. ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સત્તા વાપસી થઈ. ૨૦૨૫માં ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ ૨૨ રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યું છે.
કેરળની મુસ્લિમ સંસ્થા સમસ્ત કેરળ જેમ-ઇયાતુલ ઉલમા નેતૃત્વ કરી રહી છે. સંસ્થાના અધ્યક્ષ મોહમ્મદ જિફીનું કહેવું છે કે માત્ર મુસ્લિમ જ નહીં, પરંતુ અન્ય ધર્મો જેવા કે ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન પણ યુનિવર્સલ સિવિલ કોડને સ્વીકારી શકશે નહીં. તેમનું કહેવું છે કે મુસ્લિમોમાં લગ્ન, છૂટાછેડા અને વારસો ધર્મનો જ એક ભાગ છે.