Loading Please Wait !!!
મોન્સૂનમાં પહેરો બ્રાઈટ એન્ડ બોલ્ડ કલર

ઓમાસામાં સ્ટાઈલિશ દેખાવા માટે માત્ર ટ્રેન્ડી આઉટફિટ્સ પસંદ કરવાં પૂરતાં નથી. એનો રંગ પણ એટલો જ મહત્ત્વનો હોય છે. ઘણા લોકો વરસાદમાં હળવા રંગનાં કપડાં પહેરી લે છે, પરંતુ કીચડના છાંટા અને ભીંજાયા પછી થતી ટ્રાન્સપરન્સીને કારણ આખો લુક બગાડી જાય છે. એથી જ ફેશન એક્સપર્ટ્સ ચોમાસામાં એવા બ્રાઈટ અને બોલ્ડ કલર પૅલેટ પસંદ કરવાની સલાહ આપે છે જે સ્ટાઇલની સાથે પ્રેક્ટિકલ પણ હોય. વાતાવરણ અને મુખને બ્રાઈટ બનાવતા રંગો આ વાદળછાયા હવામાનમાં દલ કલર્સ છોડીને એવા શેડ્સ પસંદ કરવા જોઈએ જે કીચડના ડાઘ છુપાવે અને સાથે જ આંખોને ગમે એવો લાઇટ લુક આપે. ચોમાસામાં નીરસ દિવસોમાં પીળો કે મસ્ટર્ડ શેડ એકદમ સનશાઈન જેવો ચમકારો લાવે છે. આ કલર જોતાં જ મુડ ઇન્સ્ટન્ટલી ફ્રેશ થઈ જાય છે અને ભીંજાયા પછી પણ ટ્રાન્સપરન્સીનો કોઈ ડર નહીં રહેતો. ટેરાકોટા અને રસ્ટ ઓરેંજ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ રંગો માત્ર રોયલ વાઇબ્સ જ નથી આપતા, પણ રસ્તા પરના કીચડ છે માટીના છાંટાને પૃષીપૂર્વક છૂપાવી દે છે.