Loading Please Wait !!!
વડોદરામાં મોદીની પાટીદારોને હાકલ

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાટીદારો કરે ડેસ્ટિનેશન લગ્ન!


સિટી ન્યૂઝ@વડોદરા :  છેલ્લાં કેટલાંક વર્ષથી ડેસ્ટિનેશન વેડિંગની બોલબાલા વધી છે ત્યારે ગઈ કાલે વડોદરામાં સરદારધામના લોકાર્પણ માટે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદારોને ડેસ્ટિનેશન વેડિંગ માટે સ્થાન સૂચવીને અપીલ કરતાં કહ્યું હતું કે 'હું તો તમને બધા પાટીદારો ભાઈઓને કહીશ કે તમારે તો લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈને કરવાં જોઈએ. તમારાં દરેક લગ્નમાં સરદારસાહેબ ખુશ, આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનમંડળના સભ્યો તેમ જ પાટીદાર આગેવાનોની ઉપસ્થિતમાં વડોદરામાં વાઘોડિયા ચોકડી ખાતે સરદારધામનું નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે પાટીદારોએ નરેન્દ્ર મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કર્યું હતું. સભા બાદ નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો. સરદારધામના લોકાર્પણ બાદ સભા યોજાઈ હતી જેમાં ડેસ્ટિનેશન વેડિંગના વધી રહેલા ચલણને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'વિદેશમાં વેડિંગની ફેશન ખૂબ વધી રહી છે. એમાં બહુ વિદેશી મુદ્રા ખર્ચ થાય છે. તમે વિચારો કે શું ભારતમાં એવી જગ્યા નથી જ્યાં આપણે વેકેશન મનાવીએ.' આપણે આપણાં સ્થાનો પર ગર્વ કરીએ. વેડિંગ માટે પણ હું નથી માનતો કે ભારતથી વધુ સારી પવિત્ર જગ્યા કોઈ હોઈ શકે.