સરગમ ક્લબમાં સિનિયર સિટીઝન માટે સાત દિવસ સંગીત સંધ્યા
12 May, 2026
સિનિયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં 11 થી 17 મે સુધી આયોજન
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સરગમ ક્લબ દ્વારા સિનિયર સિટીઝનોના મનોરંજન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં આગામી 11 મે થી 17 મે 2026 સુધી સળંગ સાત દિવસ માટે રોજ સાંજે 5:30 કલાકે સંગીત સંધ્યાના વિવિધ કાર્યક્રમો યોજાશે. આ સંગીત સપ્તાહમાં રોજ અલગ અલગ સંસ્થાઓ અને મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત પીરસવામાં આવશે. 11 મે સોમવારે 'એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ', 12 મે મંગળવારે 'સુરમંદિર સંગીત એકેડેમી', 13 મે બુધવારે 'મહાદેવ સોશિયલ ગ્રુપ', 14 મે ગુરુવારે 'આર. ટી. મ્યૂઝિકલ ગ્રુપ', 15 મે શુક્રવારે 'એન્જોય ગ્રુપ', 16 મે શનિવારે 'રિધમ ગ્રુપ' અને 17 મે રવિવારે 'સ્વર સાધના' ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સરગમ ક્લબના તમામ ઇવનિંગ પોસ્ટના સભ્યોને આ કાર્યક્રમોમાં હાજરી આપવા અપીલ કરાઈ છે. પ્રવેશ માટે સભ્યોએ પોતાનું આઇકાર્ડ સાથે લાવવું ફરજિયાત છે, તેના વગર પ્રવેશ મળશે નહીં. આ 7 દિવસીય સંગીત સંધ્યાના કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટના ઇન્ચાર્જ મનસુખ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશ સોલંકી, ઘનશ્યામ રાવલ, બિપિન ઠાકર, રમેશ ગજ્જર, વર્ષા બાલચંદાણી, પ્રકાશ જાની અને એચ. પી. પટેલ સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.