Loading Please Wait !!!
લેબોરેટરી રિપોર્ટમાં ચારેય સિંહો માનવભક્ષીનો ખુલાસો: સક્કરબાગ ઝૂમાં રખાશે

રાજુલા: કોવાચામાં યુવકને ફાડી ખાનાર 4 સિંહોને આજીવન કેદ

સીટી ન્યૂઝ@અમરેલી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાચા ગામે થોડા સમય પહેલાં એક પરપ્રાંતીય યુવકને સિંહોએ ફાડી ખાવાની ચકચારી ઘટના બની હતી. આ મામલે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરીને સિંહોના સેમ્પલ લેબોરેટરી રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટ આવી ગયા બાદ આ ચારેય સિંહો માનવભક્ષી હોવાનો સાચો ખુલાસો થયો છે. જેના પગલે વનવિભાગે આ ચારેય સિંહોને આજીવન કેદ રાખવાનો મોટો નિર્ણય કર્યો છે. મળતી વિગતો મુજબ, કોવાચા ગામે ઉત્તરાખંડના પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર સિંહોના ટોળાએ જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આ ઘટના બાદ વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ સિંહોને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ વનવિભાગ દ્વારા આ સિંહોના સેમ્પલ લેબોરેટરીમાં અર્થે મોકલા હતા. રિપોર્ટમાં સાબિત થયું છે કે, આ ચારેય સિંહો જ માનવભક્ષી બન્યા હતા. રિપોર્ટના આધારે વનવિભાગ દ્વારા આ ચારેય નરભક્ષી સિંહોને હવે કાયરે ખુલ્લા જંગલમાં ન છોડવાનો નિર્ણય લેવાયો છે. વનવિભાગના આદેશ અનુસાર આ ચારેય સિંહોને જૂનાગઢના સક્કરબાગ ઝૂ (પ્રાણીસંગ્રહાલય) ખાતે અસેડવામાં આવશે અને તેમને ત્યાં આજીવન પાંજરામાં કેદ રાખવામાં આવશે.