Loading Please Wait !!!
બોલિવૂડમાં હજુ પુરૂષોનું વર્ચસ્વ: કૃતિ

  • કૃતિ સેસનનો ખૂલાસો : મહિલાઓ કરે એટલી જ મહેનત, છતાં ફીમાં મોટો ભેદભાવ

સિટી ન્યૂઝ@મુંબઇ : બોલિવૂડમાં એક્ટર્સની ફી અને વધતા પ્રોડક્શન કોસ્ટને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે એક્ટ્રેસ અને પ્રોડ્યુસર કૃતિ સેનને પણ ઇન્ડસ્ટ્રીમાં મોજુદ જેન્ડર પે ગેપ અને પેટ્રિઆર્કી પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે આજે પણ ફિલ્મોમાં બજેટ ઓછું પડે ત્યારે સૌથી પહેલા એક્ટ્રેસની ફી ઓછી કરવામાં આવે છે, જ્યારે મેલ સ્ટાર્સની ફી પર વધુ અસર થતી નથી. કૃતિએ GQ India સાથેની વાતચીતમાં કહ્યું કે બોલિવૂડમાં પેટ્રિઆર્કી હજુ પણ ઊંડાણપૂર્વક મોજુદ છે. તેમના મતે, ફીમેલ-લીડ ફિલ્મોને લઈને મેકર્સ આજે પણ રિસ્ક લેવાથી ડરે છે, કારણ કે તેમને લાગે છે કે આવી ફિલ્મો મેલ-લીડ ફિલ્મો જેટલો બિઝનેસ કરી શકશે નહીં.