Loading Please Wait !!!
બોલિવૂડના કારણે સાડી બની ફેશન આઈકન

  • સાડી હવે ફક્ત પરંપરા નહીં, ગ્લેમરસ ફેશન સ્ટેટમેન્ટ બની


સિટી ન્યૂઝ@મુંબઇ : પ્રિયંકા ચોપરા જોનાસથી લઈને આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સુધી, બોલિવૂડની અભિનેત્રીઓએ સાડીને નવી અને ટ્રેન્ડી સ્ટાઇલ આપી છે. સમયાંતરે આ અભિનેત્રીઓએ સાડી સાથે વિવિધ પ્રયોગો કરીને પરંપરાગત વસ્ત્રને આધુનિક અંદાજ આપ્યો છે, સાથે જ તેની ભારતીય ઓળખ પણ જાળવી રાખી છે. પ્રિયંકાએ જ્યારે દેસીગર્લ ગીતમાં સાડી સાથે મોડર્ન લૂક આપ્યો ત્યારે આ એક નવો ટ્રેન્ડ બની ગયો હતો. હવે સાડી ફોર્મલ અને પરંપરાગત લૂકમાંથી બહાર આવી ગઈ છે. પછી દીપિકાનો 'બદ્દતમીઝ' અંદાજ હોય કે ભૂમિ અને આલિયા કે અનન્યાએ પરંપરાગત સાડીઓને આપેલો નવો લૂક હવે ગ્લેમરસ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

ક્લાસિક સાડીને ટ્રેન્ડી અને આધુનિક અંદાજ આપવાની વાત આવે ત્યારે બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરતી જોવા મળે છે. કરીના કપૂર ખાન પણ વારંવાર ટ્રેન્ડી સાડીમાં જોવા મળે છે. થોડાં વખત પહેલાં તે પોતાની ફિલ્મ બર્મિંગહામના પ્રમોશન વખતે સિક્વિન વર્કથી સજેલી સિલ્વર સાડીમાં ઝગમગી ઊઠી હતી. ભૂમિ પેડનેકર પોતાના ડ્રેસિંગ સાથે પ્રયોગો કરવામાં અને ગ્લેમરથી ભરપુર આઉટફિટને પણ પુરા આત્મવિશ્વાસ સાથે રજુ કરવા 
માટે જાણીતી છે. તેણે સાડી સાથે કોર્સેટ ટોપ સહિતના પ્રયોગ કર્યા છે.