Loading Please Wait !!!
ફીફા વર્લ્ડકપ ઓપનિંગ સેરેમનીમાં નોરા કરશે પરફોર્મ

સિટી ન્યૂઝ@મુંબઇ : ફૂટબોલ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું ખુબ મહત્વ હોય છે અને તેમાં કોણ પર્ફોર્મ કરશે એ અંગે હંમેશા ઉત્સુકતા હોય છે. આ યાદીમાં આ વખતે નોરા ફતેહીનું નામ જોડાયું છે. ફૂટબોલ વર્લ્ડકપનો આ ભવ્ય કાર્યક્રમ 12 જૂને કેનેડાના ટોરોન્ટોમાં આવેલા બીએમઓ ફીલ્ડ ખાતે યોજાશે. આ સાથે નોરાની આંતરરાષ્ટ્રીય સફરમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરાઈ છે. આ પર્ફોર્મન્સથી દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ જોવાતી રમત તથા મનોરંજન ક્ષેત્રમાં નોરાની વધતી હાજરી વધુ મજબૂત બની છે.
નોરા ફતેહી આ ગ્લોબલ લાઇનઅપમાં એલેનિસ મોરિસેટ, એલેસિયા કારા, એલિયાન્ના, જેસી રેયેઝ, માઈકલ બુબ્લે, સંજય, વેજીડ્રીમ અને વિલિયમ પ્રિન્સ જેવા આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે સ્ટેજ શેર કરશે. બીજી તરફ, અમેરિકામાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં એનિટ્ટા, ફ્યુચર, કેટી પેરી, લિસા, રેમા અને ટાયલા જેવા ગ્લોબલ મ્યુઝિક આઇકોન્સ પણ જોવા મળશે.