Loading Please Wait !!!
કોઠી ગામે પરિણીતાની હત્યા કરનાર પ્રેમીની ધરપકડ કરાઈ

મધરાત્રે મળવા આવેલી પ્રેમીકાએ ફરી ઘરે જવાની ના પાડતા પ્રેમી એવા કૌટુંબિક જેઠે જ ડૂમો દઈ હત્યા કર્યાનો ધડાકો: પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ પરિણીતાનો ફોન પણ તોડી નાખ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામે સોમવારે સવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી મહિલાની લાશના બનાવમાં તેના પરીવારે હત્યાનો આક્ષેપ કર્યો હતો. બનાવમાં પોલીસે તપાસ કરતા મોડી રાત્રીના મળવા નિકળેલી પરિણીતાની હત્યા કરી પ્રેમીએ ઝાડ સાથે લાશ લટકાવી દીધાનું બહાર આવતા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપી કુંટુંબીક જેઠની ધરપકડ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તા. ૧૫ જૂનની સવારે કોઠી ગામે રામાપીર મંદિર સામે આવેલી વાડીમાં કેળાના ઝાડ પર એક મહિલાની લાશ લટકતી હાલતમાં મળી આવેલી લાશ અંગે જશદણ પોલીસે તપાસ કરતા મૃતક કોઠી ગામે રહેતા કાજલબેન યોગેશભાઈ સાપરા હોવાનુ તેના પરીવારે જણાવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી પોલીસની પુછતાછમાં મૃતક કાજલબેનના પરીવારે હત્યાનો આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે રાત્રીના પરીવાર સાથે સુતી હતી અને ત્યાથી અચાનક ગાયબ થઈ ગયા બાદ લાશ મળી આવી હોવાનુ જણાવતા એલસીબી પીઆઈ રાવ સહીતની ટીમે મૃતકના મોબાઈલ ફોનની કોલ ડીટેલ્સ, લોકેશન અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી મૃતક મહિલાના કુટુંબીક જેઠ અશોક રણછોડ સાપરાને ઉઠાવી લઈ આકરી પુછતાછ કરતા તેને કેટલાક સમયથી કાજલ સાથે પ્રેમસંબંધ હોય અવાર નવાર ફોનમાં વાત ચીત કરતા હતા.

દરમ્યાન તા.૧૫ના રોજ રાત્રીના મળવા બોલાવી હતી જેથી મોડી રાત્રીના કાજલ તેને મળવા આવી હતી ત્યાર બાદ ઘરે પરત ફરતાં પરિવારજનો જાગી ગયા હોવાનું જોઈ તે ગભરાઈ ગઈ હતી ફરી તેની પાસે પહોંચી હતી અને પોતાની સાથે લઈ જવાની માંગણી કરી હતી.આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મોટા અવાજે વાત કરતી કાજલના મોઢામાં કપડા વડે ડુમો આપી દિધો હતો ત્યાર બાદ કપડાથી ગળેફાંસો આપી મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ લાશને નજીકના કેળાના ઝાડ પર લટકાવી નાસી ગયો હોવાનુ રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. જશદણના કોઠી ગામે રહેતા કાજલબેન સાપરાની હત્યાના બનાવમાં પોલીસે તપાસ કરતા આરોપી અશોકએ તેની હત્યા કરી હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને ઝાડમાં લટકાવી દિધી હતી. ત્યાર બાદ પોલીસ પક્કડથી બચવા માટે અને પુરાવાનો નાસ કરવા મહિલાનો મોબાઈલ પણ તોડી નાખ્યો હોય પોલીસે તૂટેલો મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.