કમળ ખીલી ગયું પણ ચિંતા યથાવત 2027 પહેલા ભાજપનો મોટો સંકેત?
=> કમલમમાં હાઈ એલર્ટ | 17 ધારાસભ્યો હિટલિસ્ટમાં 2027 ચૂંટણીમાં કાપ નક્કી?
=> હાઈકમાન્ડ એલર્ટ; અત્યારથી જ મૂળીયા ઔર મજબૂર કરવા કવાયત શરૂ
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં તમામ ૧૫ મહાનગરપાલિકાઓ પર કમળ ખીલવીને ભાજપ ભલે વિજયોત્સવ મનાવી રહ્યું હોય, પરંતુ ગાંધીનગર ‘કમલમ’ થી લઈને દિલ્હી હાઈકમાન્ડ સુધી ખુશીની પાછળ એક ઘેરી ચિંતાની લકીરો પણ ખેંચાઈ છે. પ્રચંડ સીટોના ઘોડાપૂર વચ્ચે ભાજપે એક એવું આંકડાકીય સત્ય પકડી પાડ્યું છે, જે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં સત્તાના સમીકરણો બદલી શકે છે.
ઉપરછલ્લી નજરે વિપક્ષ સાફ દેખાય છે પણ અસલી ગણિત અલગ જ વાર્તા કહી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં વિપક્ષે ભાજપની દર ૩ બેઠક સામે ૧ બેઠક (૩:૧) જીતીને ગ્રાઉન્ડ લેવલ પર પોતાનું લશ્કર અકબંધ રાખ્યું છે. સૌથી મોટો ઝટકો ગ્રામીણ મોરચે લાગ્યો છે. પાકના ભાવો, સિંચાઈના પ્રશ્નો અને સ્થાનિક સ્તરે સરકારી બાબુશાહીથી ગ્રામીણ પ્રજામાં ભારે નારાજગી છે. જો ૨૦૨૭ સુધીમાં આ નારાજગી વધુ ૨ થી ૩% વધે, તો ભાજપ સીધું રેડ ઝોનમાં આવી શકે છે. કેટલાક રાજકીય વિશ્લેષકો આ બાબતે કહી રહ્યાં છે કે જો હાલમાં ચૂંટણી થાય તો આપને ફાયદો થાય કે ના થાય પણ કોંગ્રેસને બેઠકોમાં ફાયદો થઈ શકે છે. આ સાયલન્ટ એન્ટી-ઇન્કમ્બન્સીને ડામવા માટે ‘કમલમ’ ખાતે સંગઠનની હાઈ-પ્રોફાઈલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાજપ કોઈપણ કાચું કાપવાના મૂડમાં નથી અને ૨૦૨૭ પહેલાં સંગઠનને સાવચેત કરવાના કડક આદેશો આપી દીધા છે.
કારણ-1 : સ્થાનિક ચૂંટણીમાં ગામડામાં વિપક્ષે ભાજપની બેઠક સામે ૧ બેઠક જીતીને ગ્રાઉન્ડ લેવલ પર પોતાનું લશ્કર અકબંધ રાખ્યું છે
કારણ-2 : પાકના ભાવો, સિંચાઈના પ્રશ્નો અને સ્થાનિક સ્તરે સરકારી બાબુશાહીથી ગામડાની પ્રજા નારાજ છે જો 2027માં આ નારાજગી 2 થી 3% વધે તો ભાજપ સીધું રેડઝોનમાં
કારણ-3 : જે ધારાસભ્યો પોતાના હોમ ગ્રાઉન્ડ પર ભાજપના વિજયરથને મજબૂત રાખવામાં નિષ્ફળ સાબિત થયા છે 2027માં તેમના પતા કપાશે ?
=> 16 ધારાસભ્યો અને શું છે તેમનું નબળું રીપોર્ટ કાર્ડ.
મોહનભાઈ કોંકણી (વ્યારા – ST)
તાપી જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ૨૦માંથી ૧૩ બેઠકો જીતીને ભાજપને ધૂળ ચટાવી દીધી છે. હોમ-ગ્રાઉન્ડ પર એન્ટી ઇન્કમ્બન્સી એટલી પ્રબળ છે કે આદિવાસી મતદારોએ ભાજપના શાસનને નકારી દીધું.
દિનેશસિંહ કુશવાહા (બાપુનગર)
પૂર્વ અમદાવાદનો આ વિસ્તાર શ્રમિકો અને હિન્દી ભાષી મતદારોનો ગઢ ગણાય છે. જ્ઞાતિગત સમીકરણો અનુકૂળ હોવા છતાં જનતાએ ભાજપ વિરુદ્ધ હોદ્દો આ મતાવત દિનેશસિંહના વ્યક્તિગત રિપોર્ટ કાર્ડને ગાંધીનગરમાં રાહત નબળું પાડે છે.
જે. વી. કાકડીયા (ધારી-બગસરા)
અમરેલીની બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) એ ૧૬ માંથી ૧૦ બેઠકો મેળવીને એકહથ્થુ સત્તા મેળવી છે અને ભાજપને માત્ર ૬ બેઠક પર સીમિત કરી દીધું છે. જે.વી. કાકડીયા પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા.
દર્શનાબેન દેશમુખ (નાંદોદ)
નર્મદા જિલ્લાની ડેડીયાપાડા, તિલકવાડા અને શાકબારા જેવી મહત્વની તાલુકા પંચાયતોમાં ‘આપ’ (AAP) એ ભાજપનો સફાયો થવા દીધો નથી. દર્શનાબેન સરકારી યોજનાઓ હોવા છતાં ભાજપની વોટબેંક વધારી શક્યા નથી.
કેશાજી ચૌહાણ (દિયોદર)
બનાસકાંઠાના ઓબીસી (OBC) અને ઠાકોર પટ્ટામાં ગંભીરતા ઠાકોર અને વિપક્ષી જોડાણ સામે ભાજપનું સંગઠન ઢળી ગયું છે. તાલુકા પંચાયત સ્તરે વિપક્ષનો વોટશેર ૪૯% સુધી પહોંચી જવો એને ભાજપને પતનની ભમતી ગણી.
કુંવરજી બાવળિયા (જસદણ)
સૌરાષ્ટ્રના સૌથી કદાવર ઓબીસી નેતા હોવા છતાં, જસદણ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં વિપક્ષને મળેલો ૪૮-૪૯% વોટશેર સાબિત કરે છે કે હવે માત્ર કુંવરજીના નામે ભાજપને મત મળતા નથી.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વડોદરા, વાઘોડિયા)
વડોદરાની આસપાસની ગ્રામ્ય પંચાયતોમાં ક્ષત્રિય આંદોલનની અસરો અથવા સ્વ નિજી જુથબંધી ભારે પડી છે. શહેરમાં મળેલા વિજય જેમ જ ગ્રામીણ મોરચે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વિસ્તારોમાં ભાજપના રણતાવાર ઉમેદવારો સામે બળવાખોરો અને વિપક્ષે બાજી મારી છે.
મનીષા વકીલ (વડોદરા સીટી)
વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી હોવા છતાં, મનીષા વકીલના વિધાનસભા ક્ષેત્રમાં આવતા ચોક્કસ વોર્ડમાં વિપક્ષે પેચો તોડી છે. વડોદરા જેવા ભાજપના પરંપરાગત ગઢમાં શહેરી નારાજગી દેખાવી એ સાબિત કરે છે કે ધારાસભ્ય તરીકે લોકલ કનેક્ટ તૂટ્યો છે.
કનુભાઈ દેસાઈ (પારડી)
રાજ્યના નાણામંત્રી હોવા છતાં વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર જેવા આંતરિક ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ભાજપનો વોટશેર ઘટ્યો છે. ઘણી જગ્યાએ ભાજપે અપેક્ષોના તોડજોડથી સત્તા મેળવવી પડી છે.
અનિકેત ઠાકર (પાલનપુર)
પાલનપુર અને દાંતીવાડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બાજી મારી ગઈ છે. અનિકેત ઠાકર ભાજપના ધારાસભ્ય હોવા છતાં, ગ્રામીણ સ્તરે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલનો ગઢ તેઓ તોડી શક્યા નથી. સ્થાનિક નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
મણિભાઈ વાઘેલા (પોશિના – ST)
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મણિભાઈ વાઘેલા આ દિવાસી મતદારોનો ભરોસો જીતવામાં નિષ્ફળ રહ્યા છે. પોશિના તાલુકા પંચાયતમાં આદિવાસીઓએ ભાજપ અને કોંગ્રેસ બંને પરંપરાગત પક્ષોને નકારીને આમ આદમી પાર્ટીની આખો પેનલને વિજય અપાવ્યો છે.
બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
ગ્રામીણ વિસ્તારો અને તાલુકા પંચાયતમાં પછાતવર્ગનું પાસું બળવંતસિંહ માટે નેગેટિવ સાબિત થઈ શકે છે. સિદ્ધપુર વિધાનસભાનો મોટો હિસ્સો ગ્રામીણ મતદારો ધરાવે છે. સિદ્ધપુરના સ્થાનિક પટ્ટામાં ઠાકોર અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધારે છે.
ડૉ. સુભાષ ઠાકોર (બહુચરાજી)
‘કમલમ’ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમાં બહુચરાજી તાલુકા પંચાયતો એ મુખ્ય કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ બેઠકકારી બદલ સ્થાનિક ધારાસભ્ય ડૉ. સુભાષ ઠાકોર અને મહેસાણા જિલ્લા સંગઠનના પ્રભારીઓ પર કડક સંગઠનાત્મક પગલાં લેવાઈ શકે છે.
સંજય કોરડિયા (જૂનાગઢ)
જૂનાગઢ વિધાનસભા હેઠળ આવતી જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપને સૌથી મોટો અને આશ્ચર્યજનક ઝટકો લાગ્યો છે. અહીંની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપે ૯ અને આમ આદમી પાર્ટી (AAP)ને ૯ બેઠકો મળી હતી કોંગ્રેસ આ રેસમાંથી સંપૂર્ણ ફેંકાઈ ગઈ છે.
કાંતિ અમૃતિયા (મોરબી)
મોરબી જિલ્લાની પાંચમાંથી ત્રણ જુદી જુદી તાલુકા પંચાયતોમાં AAPના કુલ ૬ ઉમેદવારો વિજેતા બન્યા છે. ભલે આપ મજબૂત બન્યો નથી પણ આપણો પરંપરાનો અહીં મજબૂત બન્યો છે. મોરબી માટે આપ પહેલેથી કામગીરી કરી રહ્યું છે જે કાંતિ અમૃતિયાને નુકસાન કરી શકે છે.
ઉદય કાનગડ (રાજકોટ પૂર્વ)
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ગઢ ગણાતા આ વોર્ડ નંબર ૧૪ માં કોંગ્રેસની આખી પેનલ (ચારેય બેઠકો) નો ભવ્ય વિજય થયો છે. ઉદય કાનગડ માટે આ ખતરાની નિશાની બની શકે છે.