‘ઇન્ફિનિટી લીગ’ પિકલબોલ લીગ સુપરડૂપર હિટ
=> રાજકોટમાં ત્રણ દિવસમાં ૬ ટીમોના ટોચના ખેલાડીઓએ જબરદસ્ત રમત દેખાડી
=> આ લીગ પિકલબોલ રમતને ગુજરાતમાં વધુ લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ
=> યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવામાં ઉત્તમ પ્લેટફોર્મ પુરૂ પાડ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં શહેરમાં પિકલબોલ રમતને પ્રોત્સાહન આપવા માટે * “ઇન્ફિનિટી પિકલબોલ લીગ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગનું આયોજન જાણીતા આયોજકો પૃથ્વીરાજ આહિર અને હેમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. લીગ ૨૯, ૩૦ અને ૩૧ મે દરમિયાન ઇન્ફિનિટી સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાઈ હતી.
લીગને સફળ બનાવવા માટે વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો. જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે શ્રીનાથજી સ્કોડા એસપી ગ્રાઉન્ડ, પાવર્ડ બાય ફિટ ફર્સ્ટ જીમ, કો-સ્પોન્સર તરીકે વાઇબ અપ B૧૨ વોટર, પ્રેઝેન્ટિંગ પાર્ટનર RJ આર્ટ એન્ડ જ્વેલર્સ, મીડિયા પાર્ટનર સિટી ન્યૂઝ અને ગિફ્ટ પાર્ટનર તરીકે લાઈવ એન્ડ લવ યોગા જોડાયા હતા.
લીગમાં કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં Pacific Warriors (વિક્રમ પોપટ), DML Strikers (ચિરાગ લાખાણી અને દર્શન લાખાણી), C&C (કેયુર અને પાર્થ માણેક), Akatsuki (સ્વપ્નિલ સોની), P&P (આકાશ રાધનપુરા) અને TR (કિશન શાહ) સામેલ હતા.
ઓલ ઓવર ૭ કેટેગરી ઓવરઓલ ૪ કેટેગરીમાં વિનર થયા હતા, વિનિંગ ટીમ Akatsuki (સ્વપ્નિલ સોની) જેના કેપ્ટન માર્વીન હતા, અને રનર અપ ટીમ P&P (આકાશ રાધનપુરા) રહી હતી
આ લીગમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર કરીએ તો સ્વીના કટારીયા ૩૮ લાખ પોઈન્ટ્સ સાથે ટોચ પર હતા, જ્યારે ખુશી મહેતા ૩૪ લાખ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે હતા.
ટીમોની કમાન કેપ્ટન્સમાં જૈનમ શાહ, આકાશ દેવકા, માર્વિન હિરાણી, મીત બારમેડા, હિરેન ખટાણા અને હેમ ભટ્ટે સંભાળી હતી. આ લીગ પિકલબોલ રમતને ગુજરાતમાં વધુ લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. અને યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનો ઉત્તમ પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ હતું.