200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન કોર્ટમાં હાજર થઈ
=> ઠગ સુકેશ સાથે સંડોવણીના આરોપો પાયાવિહોણા ગણાવ્યા
સિટી ન્યૂઝ@મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન એક્ટ્રેસે પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા અને તેને ફગાવી દીધા. કોર્ટની કાર્યવાહી પૂરી થતાં જ જેકલીન સીધી પરિસરમાંથી બહાર નીકળીને રવાના થઈ ગઈ.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની ભૂમિકા અને પૈસાની લેવડદેવડની તપાસ કરી રહ્યું છે. કોર્ટમાં આરોપો ફગાવ્યા જેકલીન ફર્નાન્ડિસ બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં તેની વિરુદ્ધ નક્કી કરવામાં આવી રહેલા આરોપો અંગે દલીલ થઈ.