રણવીર સિંહ ઉપરનો બેન હટાવ્યો
=> 25મે એ Fwiceએ રણવીર સિંહ વિરૂદ્ધ રણવીરને કોઈ પણ પ્રોજેક્ટમાં કામ ન કરવા કહ્યું હતું : આજે યૂ ટર્ન
સિટી ન્યૂઝ@મુંબઈ
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ રણવીર સિંહ વિરુદ્ધ જારી કરાયેલ નોન-કોઓપરેશન ડાયરેક્ટિવને તાત્કાલિક અસરથી પાછું ખેંચવાની જાહેરાત કરી છે. બુધવારે FWICE એ પ્રેસ કોન્ફરન્સ બાદ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશનના હસ્તક્ષેપ અને અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંગઠને જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકતા, સહયોગ અને સૌહાર્દ જાળવી રાખવું સૌથી જરૂરી છે. આ જ ઉદ્દેશ્યથી મામલાને વાતચીત અને પરસ્પર સમજણ દ્વારા ઉકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો.
FWICEના સલાહકાર અશોક પંડિતે જણાવ્યું હતું કે FWICE એ ક્યારેય રણવીર સિંહ પર પ્રતિબંધ લગાવ્યો નહોતો. તેમણે મીડિયાને અપીલ કરી કે આ મામલાને પ્રતિબંધ તરીકે રજૂ ન કરવામાં આવે, કારણ કે તેનાથી ગેરસમજ ઊભી થાય છે.
અશોક પંડિતે કહ્યું કે FWICE પાસે કોઈને પ્રતિબંધિત કરવાનો અધિકાર નથી. સંગઠન ફક્ત "નોન-કોઓપરેશન" એટલે કે સહયોગ ન કરવાનો નિર્ણય લઈ શકે છે. તેમના મતે, આ એક લોકતાંત્રિક અધિકાર છે કે કોઈ ટેકનિશિયન, વર્કર, નિર્માતા કે કલાકાર કોઈ વ્યક્તિ સાથે કામ કરવા માંગે છે કે નહીં. FWICEએ ૨૫ મે ૨૦૨૬ ના રોજ રણવીર સિંહ વિરુદ્ધ નોન-કોઓપરેશન જારી કર્યું હતું, જેના હેઠળ સંસ્થાએ તેના તમામ સભ્યોને રણવીરના કોઈપણ પ્રોજેક્ટમાં કામ ન કરવા જણાવ્યું હતું.