Loading Please Wait !!!
કોકટેલ 2માં રશ્મિકા અને કૃતિ લેસ્બિયન કપલ?

સિટી ન્યૂઝ@મુંબઈ

છેલ્લા કેટલાક મહિનાઓથી, કૃતિ સેનન, રશ્મિકા મંદાના અને શાહિદ કપૂર અભિનીત ફિલ્મ 'કોકટેલ ૨' ની વાર્તા અંગે વિવિધ અટકળો ફેલાઈ રહી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કૃતિ સેનન અને રશ્મિકા મંદાના ફિલ્મમાં લેસ્બિયન કપલનું પાત્ર ભજવી શકે છે. હવે, ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં, કૃતિ સેનન અને ફિલ્મ નિર્માતાઓએ આ અફવાઓ પર સ્પષ્ટતા કરી છે.

મંગળવાર, ૨ જૂનના રોજ મુંબઈમાં આયોજિત ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં, કૃતિ સેનનને ફિલ્મની કેટલીક ચર્ચાઓ પર વાત કરી. તેને કહ્યું, "તે ખરેખર દુખદ છે કારણ કે, જેમ દિનેશ વિજાનને કહ્યું હતું કે, જો બે છોકરાઓ હોય, તો તે 'બ્રોમાન્સ' બની જાય છે; પરંતુ જો બે છોકરીઓ હોય, તો કોઈક રીતે લોકો એવું માનવા માગતા નથી કે તેઓ ફક્ત મિત્રો હોઈ શકે છે. તેઓ ધારે છે કે કાં તો તેમની વચ્ચે કોઈ દુશ્મનાવટ છે, અથવા કંઈક બીજું ચાલી રહ્યું છે." કૃતિના નિવેદન પછી, દિગ્દર્શક હોમી અડાજાનિયાએ પણ આ વિષય પર ભાર મૂક્યો. તેને નોંધ્યું કે સ્ક્રીનની બહાર, કૃતિ અને રશ્મિકા સારા મિત્રો છે અને તેમને એકબીજા સાથે સમય વિતાવવો ગમે છે. આ સંદર્ભમાં, તેણે ઉલ્લેખ કર્યો કે તેણે ફક્ત એક કાલ્પનિક વિચાર કર્યો હતો.