‘જાડેજા બ્રધર્સ’નો વીડિયો વાયરલ, પોલ ખૂલ્લી, કોમેન્ટમાં ચીટિંગના આક્ષેપોનો ‘વરસાદ’
- ડિફેન્સમાં બનાવેલો વીડિયો બન્યો ‘ટ્રેપ’
- રાજકોટ: જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ પ્રા.લી. સામે થયેલ છેતરપિંડીના આક્ષેપોને લઇ કંપનીના સ્થાપકની સ્પષ્ટતા
- ખોટા કહ્યા બાદ હવે ફસાયા : રાજકોટથી દિલ્હી સુધીના લોકોને ફસાવ્યા
- સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા સ્પાયર-૨ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતી જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ પ્રા. લી. ફરી વિવાદોમાં ઘેરાઈ છે. રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપવાના આક્ષેપો વચ્ચે હવે સોશિયલ મીડિયામાં નવા દાવાઓ સામે આવ્યા છે.
સિટી ન્યૂઝ દ્વારા અગાઉ આ મામલે અહેવાલ પ્રકાશિત થતાં કંપનીના ડિરેક્ટરે વીડિયો બનાવી તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. પરંતુ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મામલો ઉલટો પડી ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાયરલ વીડિયોના નીચે અનેક લોકોએ કોમેન્ટ કરીને છેતરપિંડીના આક્ષેપો કર્યા હોવાનું જણાવાય છે. એક યુઝરે દાવો કર્યો કે “અમારી સાથે પણ ચીટિંગ થયું છે”, જ્યારે દિલ્હીની એક યુવતીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. માહિતી મુજબ, હવે દિલ્હી અને મુંબઈથી પણ ફરિયાદ દાખલ કરવાની તૈયારી થઈ રહી છે. આથી મામલો માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ અન્ય શહેરોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
વાયરલ વીડિયો પર આવેલી કોમેન્ટ્સ:
damini_prajapati10 2s Not only that EOW Rajkot me bhi apka namla darj hai, or mere pass apki Police station ki recording h jahan apne 5.75cr apne muh se kaboole hai k apko lautane hai logon ke, tum ek nunber k jhute ho, on paper bolne ka shok h na,dikhao on paper, apki company ki Annual report tak filled nhi hai, or jo h usme apki company profit mai h, loss kis baat ka bolte ho??? On paper bolna nhi dikhana hota h, mai apke khilaf on paper show kr skti hun, jab dekhne ho batana video documets ki bana kr upload ho jayebgi, or aap company ke owner abhi hue ho Oct 2025 me, usse pehle jb aap owner nhi the to logon ko jhut q bola k ap owner h company ke?
vanjara2510 રાજદીપ ભાઈ આજે સાત મહિના થયા તમે અમને વ્યાજ પણ નથી આપેલું. નથી મૂડીમાંથી એક પણ રૂપિયો અમને આપેલો આ વાત સાવ ખોટી છે ફોન કરીએ અમે તો તમે એમ કહો છો કે હું મિટિંગમાં છું હું મિટિંગમાં છું
h_k_2912 Em km lage ke aa same lakhelu chhe ema joy ne bole chhe