સત્યથી બેચેન જાડેજા બ્રધર્સ; ચિટિંગનો ખેલ બેનકાબ
3% વળતરની લાલચમાં કરોડોનો ‘ખેલ’
ડંફાસનો જવાબ પુરાવાથી
-
અરજી થઈ હતી જવાબ લઈ જવા દેવાયા
-
રાજકોટ પોલીસની ‘ભૂલ’ નડી ગઈ !
- રોકાણકારોને નાણાં પરત આપવાની જગ્યાએ ગઈકાલે સત્ય બહાર આવ્યા બાદ 'સિટી ન્યૂઝ' પર ખોટા આક્ષેપ કરી રીલ બનાવી હતી
- લોકોને જે ચેક આપ્યા છે તેમાં બુદ્ધિપૂર્વક 2029ની ડેટ નાંખવામાં આવી છે એટલે ત્યાં સુધી લોકો ફરિયાદ ન કરી શકે
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં રોકાણકારોને માસિક ઊંચા વળતરની લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના વતની અને રાજકોટમાં ઓફિસ ધરાવતા 'જાડેજા બ્રધર્સ' સામે એક રોકાણકારે ૬૨ લાખની છેતરપિંડીનો આક્ષેપ લગાવી પોલીસ કમિશનરને અરજી કરી છે. આ સમગ્ર મામલે EOW એ સઘન તપાસ શરૂ કરી છે. આ મામલો સામે આવ્યા બાદ કૌભાંડનો કુલ આંકડો ૧૦૦૦ કરોડથી વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટના
૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા સ્પાયર-૨ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતી 'જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ પ્રા. લી.' નામની કંપની દ્વારા આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ફરિયાદી પુષ્પરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના મિત્ર મારફતે આ કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપની ચલાવતા ત્રણ સગા ભાઈઓ શક્તિસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સાથે મુલાકાત કરાવી હતી. આરોપી ભાઈઓએ રોકાણની રકમના આધારે મહિને ૧.૫%, ૨% અને ૩% સુધીના માસિક વળતર આપવાના વાયદા કરીને તેમની પાસેથી
કુલ ૬૨ લાખનું રોકાણ કરાવ્યું હતું. આ નાણાં કયા બિઝનેસમાં રોકવામાં આવે છે તેની કોઈ સ્પષ્ટ માહિતી આપવાના બદલે આરોપીઓ તેને પોતાની પર્સનલ મેટર ગણાવતા હતા. છેલ્લા ૬ મહિનાથી રોકાણકારોને વળતર આપવાના નામે માત્ર વાયદાઓ જ કરવામાં આવી રહ્યા હતા. ફરિયાદીએ ૫૦ લાખનું કાયદેસરનું લખાણ કરાવ્યું હોવા છતાં આજદિન સુધી તેમને એક પણ રૂપિયો પરત મળ્યો નથી. એટલું જ નહીં, જ્યારે રોકાણકારે પોતાની મૂળ રકમ પરત માંગી ત્યારે આરોપીઓએ ઉડાઉ જવાબો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
-
પુષ્પરાજસિંહ જાડેજા: રૂા. 62,00,000
-
હેમાંગ આહિર: રૂા. 20,00,000
-
જયદિપ માલી: રૂા. 50,00,000
-
શિલ્પાબેન મકવાણા: રૂા. 3,00,000