Loading Please Wait !!!
ગુડ વર્ક કોર્પોરેટરો ; શાસક પક્ષ જ બન્યો વિપક્ષ; અધિકારીઓ હાંફ્યા!


જનરલ બોર્ડમાં સત્તાધારીઓનો જ હુમલો; અધિકારીઓ પર પ્રશ્નોનું બોમ્બાર્ડિંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ એક નવો ઈતિહાસ રચાયો છે. મનપાનું ઓપન જનરલ બોર્ડ કોઈ પણ પ્રકારની સમયમર્યાદા વિના પ્રથમવાર યોજાયું હતું. આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ રહી કે વર્ષો અને દાયકાઓ બાદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરો ખુલ્લીને સામે આવ્યા હતા અને જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા. સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળતું હોય તેવું બોર્ડ જોવા મળ્યું હતું, જેમાં સભ્યોએ પૂછેલા તમામ પ્રશ્નો અંગે વિગતવાર અને આકરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપના ૧૨ કોર્પોરેટરો દ્વારા કુલ ૩૩ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે મનપાના ઉચ્ચ અધિકારી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અનેક પ્રશ્નોના જવાબો આપવામાં તેમના પરસેવા છૂટી ગયા હતા.

 મનપામાં એક્ટિવ લીડરશિપ : ગુડ ગવર્નન્સ તરફ પગલું

વિપક્ષના દીપ્તિબેન સોલંકી સહિતના કોર્પોરેટરો દ્વારા ચાલુ બોર્ડમાં હોબાળો કરવામાં આવતા બંને પક્ષના કોર્પોરેટરો સામસામે આવી ગયા. મેયરે પ્રથમ તો બીજા કોઈનાં પ્રક્ષમાં વચ્ચે નહીં બોલવાની સૂચના આપી હતી. જોકે દીપ્તિબેન સોલંકી અને રસિલાબેનએ હોબાળો ચાલુ રાખતા મેયરે વિપક્ષના આ બંને કોર્પોરેટરોને બહાર કાઢવા આદેશ આપ્યો. બાદમાં કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ હવે પછી હોબાળો નહીં થાય તેવી ખાતરી આપતા તેઓને બેસવા દેવામાં આવ્યા હતા.

પ્રશ્ન પૂછનારા ભાજપના કોર્પોરેટરો

  • » કેતન પટેલ-૨ પ્રશ્ન

  • » સંજય ચાવડા-૩ પ્રશ્ન

  • » જ્યોત્સનાબેન ટીલાળા-૩ પ્રશ્ન

  • » ડો. રિંકલ મેઘાણી-૨ પ્રશ્ન

  • » કિર્તિબા રાણા-૨ પ્રશ્ન

  • » મહેશ પીપળીયા-૧ પ્રશ્ન

  • » મોહિતસિંહ જાડેજા-૨ પ્રશ્ન

  • » સોનલબેન સેલારા-૧ પ્રશ્ન

  • » પંકજ લુણાગરીયા-૨ પ્રશ્ન

  • » ધૈર્ય પારેખ-૧ પ્રશ્ન

  • » શૈલેષ વસાણી-૨ પ્રશ્ન

  • » રાજુભાઈ અઘેરા-૩ પ્રશ્ન

  • » દર્શન પેંચાતર-૩ પ્રશ્ન

  • » જાનકીબેન કાટોડિયા-૩ પ્રશ્ન

  • » રસિત કલોલા-૩ પ્રશ્ન

 

ભાજપના કોર્પોરેટરો દ્વારા પૂછાયેલા પ્રશ્નો

કોર્પોરેટર પૂછાયેલો પ્રશ્ન / મુદ્દો

કેતન પટેલ


(વોર્ડ નં. ૧૪)

* મનપાની માલિકીના કુલ કેટલા પ્લોટ છે?


* તમામ વોર્ડમાં કેટલા દબાણગ્રસ્ત પ્લોટ છે?


* અત્યાર સુધીમાં દબાણ દૂર કરાયેલા પ્લોટોની યાદી શું છે?


* કોર્પોરેશનના પ્લોટમાં વર્ષોથી દબાણ હોવા છતાં કાર્યવાહી કેમ થઈ નથી?


* કોર્પોરેશનના પ્લોટમાં ચૂંથડાં અંગે સવાલ.


* રેસકોર્સ વિસ્તારમાં ગેરકાયદે દબાણનો મુદ્દો.


* આવાસ યોજનાના પ્રશ્નો.


* ફાયરબ્રિગેડ વિભાગનું NOC લેવા અંગે પ્રશ્ન.


* રાજકોટ 'ડાર્ક ઝોન' મુદ્દે પ્રશ્ન.


* ગેરકાયદે બાંધકામ તૂટી કે પડી જાય તો જવાબદારી કોની?

જ્યોત્સનાબેન ટીલાળા


(વોર્ડ નં. ૧૦)

* જ્યાં DI પાઈપલાઈન નખાઈ ગઈ છે ત્યાં ચોમાસા પહેલાં પેચવર્ક કેમ થયું નથી?


* કેટલા વિસ્તારોમાં પેચવર્ક પૂર્ણ થયું છે?


* જ્યાં પેચવર્ક બાકી છે તે કયા કારણોસર અટક્યું છે?

મનીષ ભટ્ટ


(વોર્ડ નં. ૮)

* આજી-૧ અને ન્યારી-૧ જળાશયો ઓવરફ્લો હોવા છતાં ૬૨% પાણી અન્ય સ્ત્રોતો પર નિર્ભર કેમ?


* ટેનામેન્ટમાં ઓછા ફોર્સથી અને ફળિયામાં પુરતા ફોર્સથી પાણી કેમ મળે છે?


* "વધુ ડંકી બોર"ની રમત કોના આશીર્વાદથી ચાલી રહી છે?

અન્ય ભાજપના કોર્પોરેટરો

* DI પાઈપલાઈન કનેક્શન માટે નિયમ વિરુદ્ધ ચાર્જ વસૂલાત થતી હોવાના આક્ષેપ.


* અનેક વિસ્તારોમાં સમયસર પાણી ન મળવાની રજૂઆત.