Loading Please Wait !!!
દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહ્યા હતા !

  • પૂર્વ ઉર્જા મંત્રીના નજીકના સમીર પટેલ બોટાદ લઠ્ઠાકાંડનો સૂત્રધાર હતા !
  • ગુગળી બ્રાહ્મણોએ CM સુધી લેખિતમાં રજૂઆત કરી હતી
  •  શ્રી બેટ દ્વારકા ધર્મરક્ષા સમિતિએ ફરીવાર આર યા પારની લડાઈના એંધાણ આપી દીધા છે
  •  સિટી ન્યૂઝ@રાજકોટ

પવિત્ર યાત્રાધામમાં ચાલી રહેલા વહીવટી અંધાધૂંધી અને સત્તાના બેફામ દુરુપયોગ મામલે ભારે ખળભળાટ મચી ગયો છે. મંદિરના ઈન્ચાર્જ મેનેજર અને સંબંધિત અધિકારીઓ દ્વારા મનમાની ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. તાજેતરમાં દિલ્હીથી આવેલા વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં ગુગળી બ્રાહ્મણ સમાજ સાથે અયોગ્ય વર્તન અને હદદનું અપમાન કરવામાં આવ્યું હોવાની ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કચેરી (CMO) અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટ સૂચનાઓની સદંતર અવગણના કરવામાં આવી રહી છે. મંદિરના દૈનિક સંચાલન અને મહત્વના નિર્ણયોમાં પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ વર્તાઈ રહ્યો છે. વિકાસના કામો ગોલ્ડનગપતી ગતિએ ચાલી રહ્યા છે અને માટે ફાળવાયેલા ફંડના ઉપયોગ અંગે પણ શંકાની સોય ચીંધાઈ રહી છે. આ ઉપરાંત, મંદિરની જમીન અને અમૂલ્ય સંપત્તિના દુરુપયોગમાં પણ મોટી ગેરરીતિ થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ કરોડોનું ફંડ ફાળવતું હોવાના દાવા થાય છે, પરંતુ બીજી તરફ દૂર-દૂરથી દર્શનાર્થે આવતા યાત્રાળુઓને પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. માત્ર એટલું જ નહીં, મંદિર સંચાલિત ગૌશાળામાં પણ ગાયો અને અન્ય પશુઓની યોગ્ય સંભાળ ન રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગુગળી બ્રાહ્મણ સમાજ અને શ્રદ્ધાળુઓએ સત્તાનો દુરુપયોગ કરી રહેલા ઈન્ચાર્જ મેનેજર સામે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. બેટ દ્વારકાના વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના વહિવટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા ટ્રસ્ટી સમીર પટેલ અને મેનેજમેન્ટ સામે અનેક ગંભીર આક્ષેપો સાથે વિગતવાર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો ગરમાયો છે. આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૨૯ એપ્રિલ ૨૦૨૨ના રોજ દિલ્હીના મહેમાનોની હાજરીમાં ગુગળી બ્રાહ્મણ સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.