Loading Please Wait !!!
હિન્દુઓનું આસ્થાધામ દ્વારકામાં ઈંડા, મટન, દારૂ સાથે ગંદકીની રેલમછેલ!

=> અણધડ પરિસ્થિતિ : ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે

=> ધાર્મિક સ્થળ તો આપણી આસ્થાનું પ્રતિક છે. ત્યાં દુષણો કેમ ચલાવી લેવાય છે ?

=> કરોડો લોકોના ભગવાન હાજરાહજુર બિરાજે છે ભક્તોમાં રોષ છે આ બંધ કરાવો

=> સરકારને આંખે દેખાતું નથી અને કાને સંભળાતું નથી !

સિટી ન્યૂઝ@દ્વારકા

ગુજરાતમાં દારૂબંધી છે. છતાંય માંગો એટલો દારૂ વેંચાય છે અને પીવાય છે ત્યારે પવિત્ર આસ્થાના સ્થાન ગણાતા દ્વારકામાં ઈંડા, મટન, દારૂ તો વેંચાય જ છે સાથે મંદિરની આજુ-બાજુ ગંદકીથી ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. કેમકે આ તમામ સ્થળો હિન્દુઓ માટે પવિત્ર આસ્થાધામ છે ત્યારે ભાજપની સરકારતો હિન્દુવાદી કહેવાય છે. છતાંય કડક કાર્યવાહી કરતા કેમ અચકાય છે ? દુનિયાભરમાં આપણા ધાર્મિક સ્થળોનું ખાસ્સુ મહત્વ છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણ બિરાજમાન છે ત્યાં તો દરરોજ ધજા ચઢાવવા દૂર-દૂરથી ભક્તોનો પ્રવાહ આવે છે અને ભગવાનના ધામમાં દારૂની રેલમછેલથી ભાવિકોને ખટકે છે આવું કેમ ?

હિન્દુત્વ તો ગુજરાતનો ગઢ છે. અને ધાર્મિક સ્થળોતો આપણી આસ્થાનું પ્રતિક છે ત્યાં આવા દુષણો કેમ ચલાવી લેવાય છે ? કેમ કોઈ આ અટકાવી શકતું નથી ? ધાર્મિક સ્થળે જ્યાં કરોડો લોકોના ભગવાન હાજરાહજુર બિરાજે છે. ભક્તોમાં રોષ છે આ બંધ કરાવો પણ સરકારને આંખે દેખાતુ નથી અને કાને સંભાળતું નથી.


=> મંદિરના સ્વર્ગદ્વાર તરફ ગટરના ગંદા પાણી

યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલ પવિત્ર પુરૂૂષોત્તમ મારા દરમ્યાન દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે તેમજ પવિત્ર ગોમતી સ્નાન માટે આવી રહ્યા છે. આવા પાવન માસમાં જ જગતમંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન છપ્પન સીડી વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી ગટરના પાણી પવિત્ર ગોમતી નદીમાં વહી જતાં સ્થાનીકો તેમજ પ્રવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. દ્વારકાધીશ જગતમંદિરના પ્રમુખ પ્રવેશદ્વાર સ્વર્ગદ્વારને જોડતી છપ્પન સીડી વિસ્તારના ધાર્મિક મહત્વ ધરાવતા મહાપ્રભુજીની બેઠકજી, હરિકુંડ, સુદામા સેતુ વિસ્તારમાં વારંવાર ગટરના ગંદા પાણી ઉભરાઈને દર્શનાર્થીઓના પગપાળા માર્ગ અને ગોમતી નદીમાં વહી જતું હોય દર્શને જતાં ભાવિકોને ગંદાપાણીમાંથી પગપાળા જવું પડે છે. જેના કારણે શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ ગટરનું દુર્ગંધયુકત પાણી સીધુ પવિત્ર ગોમતી નદીમાં ભળતું હોય જેમાં હજારો શ્રધ્ધાળુઓ આચમન અને સ્નાન કરે છે તેના પવિત્ર જળમાં ગટરના પાણી ભળતા નદી પણ પ્રદુષિત થઈ રહી છે.