વિજય રૂપાણીની જન્મજયંતીએ 21 કુંડી આહુતિ મહાયજ્ઞ યોજાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર કરણસિંહજી હાઈસ્કૂલ સામે આવેલા શ્રી બાલાજી હનુમાનજી મંદિરે ભવ્ય ૨૧ કુંડી આહુતિ મહાયજ્ઞ અને વિશેષ નિરાજન આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો-મહંતોની
પાવર ઉપસ્થિતિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલા ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સાંજે પછી ૭ વાગ્યા દરમિયાન મંદિરના પ્રાંગણમાં બનાવવામાં આવેલા વિશાળ યજ્ઞમંડપમાં ૨૧ ચડકુંડમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આહુતિઓ અને ભક્તોએ હજારો આહુતિઓર્પણ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી સ્વ.
વિજયભાઈ રૂપાણીની સ્મૃતિને નમન કરી તેમના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે રાજકોટ શહેરની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે પણ બાલાજી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના અસરાઈ હતી. આહુતિ મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ સંધ્યા સમયે સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં
વિશેષ નિરાજન આરતી કરવામાં આવી હતી. આ સમયે જય બાલાજી, જય શ્રી રામ અને હનુમાનજી મહારાજ કી જયના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આરતી અને દર્શનનો લાભ લીધો હતો. સમય સ્મૃતિ મહોત્સવનું આયોજન શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંત
વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોએ રૂપાણી પરિવાર તેમજ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને બાલાજી હનુમાનજીના આશીર્વાદ અને પ્રસાદ પાઠવ્યા હતા.