રાજકોટમાં ભાજપ નહીં, 'ધોળકિયા સરકાર' ચાલે છે!
- RTE કાયદાના ધજાગરા ; ધોળકિયા સ્કૂલની દાદાગીરી સામે તંત્ર મૌન
- DDOના લેટરમાં બોલતા સરકારી પુરાવા
- DDO ના આદેશને ઠેંગો : RTEમાં બાળકોને DDOએ ધોળકિયા સ્કૂલમાં એડમિશન મળ્યાના લેટર આપ્યા : સ્કૂલ ના પાડે છે
- સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં શિક્ષણ વ્યવસ્થાની ગંભીર હકીકત સામે આવી છે. શહેરની J.K. ધોળકિયા સ્કૂલ પર RTE હેઠળ મળેલા એડમિશનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ ગરીબ વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે સત્તાવાર લેટર આપ્યા હોવા છતાં, સ્કૂલ મેનેજમેન્ટ ખુલ્લેઆમ એડમિશન આપવા ઈન્કાર કરી રહ્યું છે. સ્કૂલ તરફથી "હાઉસફૂલ" હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સિટી ન્યૂઝની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે હજુ પણ ૨૫% RTE ક્વોટા હેઠળ વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી જગ્યા
ઉપલબ્ધ છે. સૌથી ગંભીર બાબત એ છે કે DDOના આદેશનું પણ પાલન થતું નથી! ૮ જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને આજે ૨૩ જૂન થઈ ગયા હોવા છતાં, અનેક વિદ્યાર્થીઓને હજુ સુધી પ્રવેશ આપવામાં આવ્યો નથી. ગરીબ પરિવારોના બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, જ્યારે સ્કૂલ તંત્ર દાદાગીરીના અંદાજમાં કામ કરી રહ્યું છે. રાજકોટમાં પ્રવેશોત્સવની ઉજવણી એક બાજુ થઈ રહી છે, જ્યારે બીજી બાજુ ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આખરે તંત્ર ક્યારે જાગશે? કે પછી આ અન્યાય આમ જ ચાલતો રહેશે?