કોચિંગ ક્લાસમાં જીવ સાથે જુગાર ઉપર ક્લાસિસ નીચે મોતનો સામાન
લખનઉ જેવી દુર્ઘટનાની રાહ જોતા કોચિંગ ક્લાસ
કિસાનપરા ચોક પાસે વિદ્યાર્થીઓની સુરક્ષાના નામે મીંડુ : દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ?
-
ગેસ સિલિન્ડરનો ખતરનાક સેટઅપ
-
ACના આઉટડોર યુનિટ જાનલેણ સ્થિતિમાં
-
વીજળીની વાયરીંગ બેદરકારી ભરેલી
-
ટ્રાન્સફોર્મર અને વાયર માથા પર લટકતું જોખમ
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે નહીં, તેમના જીવ સાથે રમી રહ્યા છે સત્તાવાળાઓ !
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં કોચિંગ ક્લાસોમાં સુરક્ષાની ગંભીર અવગણના સામે આવી રહી છે. શહેરના એક કોચિંગ સેન્ટરમાં ગેસ સિલિન્ડરો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને આસપાસ જ અનેક ACના આઉટડોર યુનિટ્સ લગાવવામાં આવ્યા છે જે કોઈ પણ સમયે મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે.સ્થળ પર જોવામાં આવે તો ગેસ લાઈન ખુલ્લી અને બિનસુરક્ષિત રીતે જોડવામાં આવી છે. જો અચાનક ગેસ લીકેજ થાય અથવા શોર્ટ સર્કિટથી આગ લાગે તો આગ પળોમાં ફેલાઈ શકે છે. આવી
સ્થિતિમાં ફાયર સેફ્ટીના સાધનો ક્યાં છે અને કામ કરશે કે નહીં તે મોટો સવાલ છે. વાલીઓમાં પણ ચિંતા વધી રહી છે "જો લખનઉ જેવી દુર્ઘટના અહીં બને તો જવાબદાર કોણ?" એ સવાલ હવે ઉઠી રહ્યો છે. નાના બાળકો જ્યાં અભ્યાસ કરે છે ત્યાં આવી બેદરકારી સીધી જ તેમના જીવ સાથે ખેલવાડ કરે છે.શહેરમાં કોચિંગ ક્લાસોના વધતા જંગલ વચ્ચે સુરક્ષા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ જરૂરી બની છે. તંત્ર મૌન છે અને સંચાલકો બેફામ ! આવી સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જવાબદારોએ જાગવું પડશે.