Loading Please Wait !!!
કોર્પોરેટરથી TPO-ATP સુધી સાંઠગાંઠ? રાજકોટમાં સૌથી મોટું કૌભાંડ

=> સંતકબીર રોડ પર ગેરકાયદે માર્કેટ ! કોર્પોરેટરથી અધિકારીઓ સુધી સેટિંગ?

=> રાજકોટમાં રેસીડેન્સીની 10 લાખમાં કોમર્શિયલ મંજૂરી !

=> એક મકાનની ડેલી દૂર કરી દુકાનનું શટર મુકવા માટે કોર્પોરેટરથી લઈ મનપાના ટીપીઓ સુધી રૂ. 10 લાખનો વહીવટ

=> પૈસા ફેંકો, મંજૂરી લો ! રાજકોટમાં નિયમોની કતલ

=> મહાપાલિકા સૂતી કે સેટિંગમાં? રહેણાંક મકાનોમાં ધમધમતા કારખાના

=> ઈમિટેશન માર્કેટનો કાળો ધંધો : ટેક્સ ચોરીનો મહાખેલ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સંત કબીર રોડ ઉપર ઇમિટેશન જ્વેલરી માર્કેટ સતત વિસ્તૃત થઈ રહી છે ત્યારે ઇમિટેશન વેપારીઓ દ્વારા રહેણાંક મકાનોને એલીવેશન કરીને કોમર્શિયલ વપરાશ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રેસીડેન્સ મકાનમાં એક શટર મુકવા માટે ભાજપના કોર્પોરેટર થકી રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાના અધિકારીઓ સાથે 10,00,000 નો વહીવટ થઈ રહ્યા અંગે સ્થાનિક વેપારીઓમાં કાન ફાડી નાખે તેવી ચર્ચા છે. 

સંત કબીર રોડ ઉપર આવેલ ગઢીયા નગર,  સિલ્વર નેટ સોસાયટી, શ્રી રણછોડ નગર, ગોકુળ નંદાણી શેરી નંબર 1 / 4, ભીમા લુણા ગરીયાની શેરી, શક્તિ કો ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી, ચંપક નગર સહિતના રહેણાંક વિસ્તારોમાં મકાનોની અંદર ઔદ્યોગિક કારખાના અને ઇમિટેશન માર્કેટ,જ્વેલરી માર્કેટ, સેલ્સ ની દુકાનો ધમધમી રહી છે. 

નામે વેપારીઓ દ્વારા રહેણાક મકાનો ખરીદી લેવામાં આવ્યા છે અથવા તો ભાડે રાખવામાં આવ્યા છે અને કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રેસીડેન્સ મકાનોના કોમર્શિયલ ઉપયોગ માટે સ્થાનિક ભાજપના કોર્પોરેટર થી લઈ મનપાના ટીપીઓ સુધી રૂપિયા દસ લાખનો વહીવટ કર્યા બાદ આમ મંજૂરી મળતી હોવાનું એક વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રેણાક મકાનનો કોમર્શિયલ અને ઔદ્યોગિક ઉપયોગ કરીને સૌથી મોટી ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે. વેરા વસુલાત શાખા એ પણ આ અંગે તપાસ કરવી જરૂરી છે.